Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજપીપળાના કાળીયાભૂત મંદિર પાસે ચાઇનીઝની દુકાન પર વધુ માણસો ભેગા કરતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા  કાળીયા ભૂત મંદિર પાસે ચાઇનીઝની દુકાન પર સાત કરતા વધુ માણસો એકઠા કરનાર વેપારી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
 રાજપીપળા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર એમ.બી.ચૌહાણ ની ફરીયાદ મુજબ તેઓ ટિમ સાથે જાહેરનામા બાબતે ચેકિંગ માં હતા ત્યારે મંગળવારે સાંજે કાળિયા ભૂત મંદિર પાસે આવેલી શ્રી લક્ષ્મી ચાઇનીઝ સેન્ટર નામની દુકાનમાં સાત થી વધારે માણસો ભેગા કરેલ હોય જે અંગે પુછતા કોઇ સંતોષ કારક જવાબ ન આપતા જીલ્લા મેજી,નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હોય દુકાનના વેપારી  વિજયભાઇ સુભાષભાઇ પંચોલી (રહે. રાજપીપલા) વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.

(10:02 pm IST)