Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વડોદરાના જવાહરનગર વિસ્તારમાં 23 વર્ષીય પરિણીતા સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના જવાહરનગરમાં રહેતી ૨૩ વર્ષની  પરિણીતાને તેના જ નજીકના સંબંધીના પુત્રો  અપહરણ કરીને ધમકાવીને સુરત,મુંબઇ અને હૈદ્રાબાદ લઇ ગયા હતા.ત્યાં એક રૃમમાં પરિણીતાને ગોંધી  રાખી બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું.જે અંગે પરિણીતાએ ફતેગંજ  પોલીસ  સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેર નજીકના જવાહરનગર વિસ્તારમાં રહેતી ૨૩ વષીની પરિણીતા ગત તા.૯ મી જાન્યુઆરીએ પોતાના  પિયરથી પરત સાસરીમાં આવવા નીકળી હતી.તે  દરમિયાન તેના નજીકના સગાનો સગીર વયનો પુત્ર તમને ઘરે છોડી દઉં તેવું કહીને  પરિણીતાને બાઇક પર બેસાડીને પોર હાઇવે લઇ ગયો હતો.અને ત્યાં ઉતારી દીધી હતી.જ્યાં સગીરનો  પિતરાઇ ભાઇ રોશન લાલજીભાઇ માળી (રહે.ભાથીજી ફળિયુ,ડેસર,તા.સાવલી) આવ્યો હતો.રોશને પરિણીતાને આયશર ટેમ્પોમાં બેસવાનુ કહ્યું હતુ.પરિણીતાએ ના  પાડતા  રોશને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી  હતી.જેથી,ડરીને પરિણીતા ટેમ્પામાં બેસી ગઇ હતી.ત્યારબાદ રોશન પરિણીતાને લઇને સુરત અને પછી મુંબઇ લઇ ગયો હતો.મુંબઇથી પરિણીતાને લઇને રોશન હૈદ્રાબાદના રાજમુદ્રી ગયો હતો.જ્યાં  એક રૃમમાં રોશને પરિણીતાને ગોંધી રાખી  હતી.ત્યાં રોશને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.રોશને પાંચ  દિવસ સુધી  પરિણીતાને ગોંધી રાખી હતી.

 

(5:16 pm IST)