Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

સોના-ચાંદીના ભાવની ગઇકાલની તેજીનો પરપોટો આજે ફુટી ગયોઃ જેટલો ભાવ વધ્યો તેટલોજ ભાવમાં કડાકો નોંધાયો

અમદાવાદમાં સોનું ર૪ કેરેટના ભાવ રૂ.પ૪૦૦૦/- થયા જયારે હોલમાર્કનો ભાવ રૂ.પર૯ર૦/- જયારે ચાંદીમાં રૂ.પ૦૦/-નો નજીવો ઘટાડો નોંધાયો :સોનાના ભાવમાં ફરી ચળકાટઃ એક દિવસમાં ૧૧૦૦નો ઉછાળો, ચાંદી પણ

અમદાવાદ/નવી દિલ્હીઃ સોના-ચાંદીમાં ઉથલ-પાથળનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. રશિયાએ કોરોના રસી શોધી કાઢ્યાના સમાચાર બાદ દેશમાં સોના-ચાંદી (Gold-silver)ના ભાવોમાં ઘટાડો નોંધાવવા માંડ્યો હતો. પરંતુ મંગળવારે તેમાં બ્રેક લાગી તેજી આવી ગઇ હતી. બુધવારે પાછો બંને પીળી-ધોળી બંને ધાતુમાં કડાકો આવી ગયો. અમદાવાદ બુલિયન બજાર (Bullion market) માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1100 રુપિયા ઘટી ગયો હતો. જ્યારે ચાંદીમાં પણ 500 રુપિયાનો ઘટાડો થયો હતો.

દિલ્હી બુલિયન માર્કેટમાં પણ સોનામાં 640 રુપિયાનો ઘટાડો નોંધાયો. મંગળવારે દિલ્હીમાં સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 54,909 હતો. જે બુધવારે ઘટીને 54,269 રુપિયે બંધ રહ્યો હતો. HDFC સિક્યોરિટીઝે આપેલી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળી ચાલને લીધે બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં નરમાઇ જોવા મી હતી. ચાંદીમાં 3,112નોં મોટો ઘટાડો જોવા મળ્યો. મંગળવારે ચાંદી 72,562 રુપિયે બંધ થઇ હતી. તો બુધવારે ઘટીને 62,450 રુપિયે બંધ રહી હતી.

અમદાવાદ બુલિયન બજારમાં ચાંદી મંગળવારે 66500 પ્રતિ કિલો બંધ રહી હતી. જે બુધવારે 66000 આવી ગઇ હતી. જ્યારે 999 (24 કેરેટ) સોનું મંગળવારે પ્રતિ 10 ગ્રામ 55000 રુપિયે હતું. પરંતુ આજે 1100 રુપિયાના ઘટાડા સાથે 54000 રુપિયે થઇ ગયું. 995 (23 કેરેટ) સોનું પણ મંગળવારના 54800થી ઘટી 53800 બંધ રહ્યું હતું. તો હોલમાર્ક સોનામાં પણ મંગળવારના 53900 રુપિયાની તુલનાએ ભાવ 52920 રુપિયે જોવા મળ્યો હતો. નોંધપાત્ર વાત છે કે પીળી ધાતુનો સોમવારનો ભાવ બરાબર બુધવાર જેટલો નોંધાયો હતો.

કડાકાનું કારણ અમેરિકી ફેડરલ માર્કેટની અસર

HDFC સિક્યોરિટીઝની સીનિયર વિશ્લેષક તપન પટેલે જણાવ્યું કે,
અમેરિકી ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)બેઠકની વિગત જારી થાય તે પહેલાં બુધવારે ડોલર ઇન્ડેક્ષમાં સુધારો જોવા મળ્યો હતો. પરિણામે સોનાના ભાવમાં કડાકો દેખાયો. ડોલરમાં તેજીને કારણે વિદેશી બજારમાં સોનામાં ઘટાડો થયો. જેની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી હતી. વાયદા બજારમાં પણ બુધવારે સોનું 0.67 ટકા તૂટી પ્રતિ 10 ગ્રામ 53,210 રુપિયે આવી ગયું.

(10:02 pm IST)