Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

માહીએ વર્લ્‍ડ ડેરી સમિટમાં ગીર ગાયનું ઘી ગીર અમૃત લોન્‍ચ કર્યુ

રાજકોટઃ દૂધ ઉત્‍પાદકોની સંસ્‍થા માહી દ્વારા ગીર વિસ્‍તારની ગાયના દૂધમાઁથી બનાવેલ પ્રીમિયમ ઘી-ગીર અમૃત વર્લ્‍ડ ડેરી સમિટ ૨૦૨૨માં લોન્‍ચ કરવામાં આવ્‍યુ હતું. અત્રે ઉલ્‍લેખનીયમાં છે કે આ વર્લ્‍ડ ડેરી સમિટનું ઉદઘાટન વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઇ મોદીએ ગીર હોલ, ઇન્‍ડીયા એકસ્‍પો સેન્‍ટર, ગ્રેટર નોઇડાથી કર્યુ હતું.નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડના ચેરમેન શ્રીમીનેશ શાહે માહીના દૂધ ઉત્‍પાદકોની ભુમિકાને બિરદાવતા જણાવ્‍યું હતુ કે આ સંસ્‍થાના દૂધ ઉત્‍પાદકોને ભગવાન શ્રીકૃષ્‍ણ આશિર્વાદ છે અને તેમના નિષ્‍ઠાવાન પ્રયાસોથી ગુજરાત રાજયમાં સંસ્‍થાએ પોતાનું આગવું સ્‍થાન બનાવ્‍યુ છે.ગીરઅમૃત એ ગીર વિસ્‍તારની ગાયના દૂધમાંથી બનાવેલ પ્રીમિયમ ઘી છે જે નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડ અને તેની પેટા કંપની એનડીડીબી ડેરી સર્વિસીસના  માર્ગદર્શન હઁેઠળ બનાવવામાં આવ્‍યુ છે તેમ જણાવતા માહીના ચેરમેન શ્રીમહેન્‍દ્રસિંહ જાડેજાએ કહયુ કે કોવિડના રોગચાળાના મુશ્‍કેલ તબક્કા દરમિયાન વહીવટી તંત્રને સહયોગ આપવા મોબાઇલ એપ તૈયાર કરી રાજકોટમાં શહેરીજનોને ઘરબેઠા દૂધ અને તેના ઉત્‍પાદકો પહોંચાડવામાં આવ્‍યા હતા.માહીના ચીફ એકઝીકયુટીવ ડો.સંજય ગોવાણીએ જણાવ્‍યુ કે, ગાયના ખાસ અલગ કરાયેલા દૂધમૉથી આ પ્રકારનું પ્રથમ પ્રીમિયમ ઘી-ગીર અમૃત બનાવવામાં આવ્‍યુ છે.આ નવી લોન્‍ચ કરાયેલ પ્રોડકટ માહી પ્રીમિયમ કાઉ ઘી-ગીર અમૃત ૫૦૦ મિલી અને ૧ લિટરના પેકેજીંગના ઉપલબ્‍ધ હશે. જેની અનુક્રમે કિંમત રૂપિયા ૪૯૫ અને રૂપિયા ૯૬૦ રાખવામાં આવી છે.આ તકે એનડીએસના મેનેજિંગ ડિરેકટર શ્રીસૌગતા મિત્રાએ અભિનંદન પાઠવ્‍યા હતા.(

(12:04 pm IST)