Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નવસારી જિલ્‍લાના ગણદેવી પંથકમાં ૬ કલાકમાં ૬ ઇંચઃ જલાલપોર ૪ ઇંચ

(જીતેન્‍દ્ર રૂપારેલીયા) વાપીઃ નવસારી જિલ્‍લાના ગણદેવી પંથકમાં માત્ર ૬ કલાકમાં ૬ ઇંચ ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા છે.
ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા હજુ પણ રાજયના કેટલાક વિસ્‍તોરોમાં મન મૂકીને વરસી રહયા છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ સુરત અને તાપી જિલ્‍લાના કેટલાક તાલુકાઓમાં આજે સવારથી મેઘરાજા વરસી રહયા છે.
ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્‍યાથી બપોરનાં ૧૨ વાગ્‍યા સુધીમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઇએ તો...ગણદેવી ૧૩૧મીમી, જલાલપોર ૧૦૦મીમી, નવસારી ૪૮ મીમી, ઉમરગામ ૩૯ મીમી, સુબીર ૩૧ મીમી, વધઇ ૨૮ મીમી વરસાદ નોંધાયલ છે.

 

(3:50 pm IST)