Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નડિયાદના જવાહરનગર વિસ્તારમાં લેડીઝ ટેલર્સ પાસેથી 6 ઈસમોએ 1 લાખ પડાવતા પોલીસ ફરિયાદ

નડિયાદ : નડિયાદ જવાહરનગર વિસ્તારમાં વૈભવી ટેલર નામની લડિઝ કપડા ઓર્ડર મુજબ બનાવી તેનું વેચાણ કરતા એક વેપારીને છ ઈસમોએ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી વેપારી સાથે ફેક વાતો કરી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આથી ગભરાઈ ગયેલા વેપારીને આ ઈસમોએે અપશબ્દ બોલી ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂ. ૧ લાખની ખંડણી ઉઘરાવી હતી. 

આ સંદર્ભે વેપારીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને ૨૦૦૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ તાલુકાના મંજીપુરા ચોકડી નીલ બંગલોઝ ખાતે અલ્પેશ જેઠાભાઈ મિી (ઉંમર વર્ષ ૫૪) પોતાના પરિવાર સાથે રહે છે. તેઓની જવાહરનગર સોડા શોપની ઉપર વૈભવી ટેલર નામની લેડીઝ કપડા ઓર્ડર મુજબ બનાવી તેનું વેચાણ કરે છે. સોશિયલ મિડિયામાં તેઓનું ઇન્સ્ટાગ્રામ આઈડી તથા ફેસબૂક એકાઉન્ટ છે. આ દુકાને સિલાઈ કામની અલગ અલગ ડિઝાઇનવાળા ફોટા માર્કેટિંગ કરવા માટે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબૂક આઈડી પર અપલોડ કરે છે. લેડીઝ સિલાઈનું કામકાજ હોય મુખ્યત્વે લેડિઝ કસ્ટમર સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક મેસેજથી વાતચીત થતી હોય છે.

(4:23 pm IST)