Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નડિયાદ તાલુકાના ચકલાસી વિસ્તારમાં એલસીબીની ટીમે દરોડા પાડી 12 જુગારીઓને કુલ 32 હજારની મતા સાથે ઝડપી પાડયા

નડિયાદ : નડિયાદ તાલુકાના ચકલાસી રામપુરા ડેરી પાસે એલસીબી પોલીસે દરોડો પાડી  જુગાર રમતા ૧૨ જુગારીયાઓને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પરની રકમ રૂ. ૬,૪૦૦ અંગજડતીની રકમ રૂ. ૯૪,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૯ કિંમત રૂ. ૩૨ હજાર મળી કુલ રૂ. ૧,૩૩,૨૦૦ નો મુદ્દા માલ ઝડપી પાડયો હતો. આ સંદર્ભે ચકલાસી પોલીસે ૧૨ જુગારીયાઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા જિલ્લા એલસીબી પોસઇ જે.વી. વઢીયા પોતાના સ્ટાફ સાથે ચકલાસી પંથકમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન બાતમી આધારે એલસીબી પોલીસે રામપુરા ડેરી પાસે દડો જુગાર રમતા હીરાભાઈ સબુરભાઈ વાઘેલા (રહે. રામપુરા ડેરી ની બાજુમાં, ચકલાસી), વિજય ઘનશ્યામભાઈ ગોહેલ (કરમસદ), વિનોદ પુનમભાઈ વાઘેલા (હાથજ), સનાભાઇ કનુભાઈ ચૌહાણ (જાવોલ), પૂનમ દોલતસિંહ ઝાલા (પાલૈયા), હર્ષદ ઐતાભાઈ રાઠોડ (બોરીયાવી), રમેશ બુધાભાઈ પરમાર (બોરીયાવી), નરેશ મહેશભાઈ વાઘેલા (દેવકાપુરા, ચકલાસી), હર્ષદ ઉર્ફે લાલો રમણભાઈ રાઠોડ (બોરીયાવી), વિનુભાઈ હરમાનભાઈ ગોહેલ (પાલૈયા), અંકુર શૈલેષભાઈ પટેલ (બોરીયાવી) તથા વિષ્ણુ વિઠ્ઠલભાઈ સોલંકી (પાલૈયા હઠીપુરા) ને ઝડપી પાડયા હતા.

પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલ રકમ રૂ. ૬,૪૦૦ તમામ જુગારીયાઓની અંગ જડતીની રકમ રૂ. ૯૪,૮૦૦ તથા નવ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૩૩,૨૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ સંદર્ભે એલસીબી એએસઆઈ ચંદ્રકાંત ગોવિંદભાઈની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે ૧૨ જુગારીયાઓ વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.

(4:23 pm IST)