Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

સુરતના સગરામપુરા વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં ભે ભાઈઓએ યુવાનની ઘાતકી હત્યા કરતા ગુનો દાખલ

સુરત, : સુરતના સગરામપુરા લુહાર શેરીના નાકે શુક્રવારે રાત્રે જુના ઝઘડાની અદાવતમાં બે ભાઈઓએ ડ્રાઇવીંગનું કામ કરતા યુવાનની ચપ્પુના 20 ધા ઝીંકી અને સળીયાના ફટકા મારી ઘાતકી હત્યા કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સગરામપુરા બકરા શેરી આલીશાન કોમ્પલેક્ષ ફ્લેટ નં.319 માં રહેતો 36 વર્ષીય સાજીદ રહેમાન શૈફુલ રહેમાન હબીરૂર શેખ શુક્રવારે રાત્રે 8.45 વાગ્યાના અરસામાં ઘર નજીક લુહાર શેરી-2 સ્વાગત કોમ્પલેક્ષની આગળ ચા ની દુકાને ઉભો હતો ત્યારે તેના ઘર નજીક લુહાર શેરી 1 માં રહેતા બે ભાઈઓ મોહમંદ રફીક મોહમદ ઈરફાન શેખ અને સાજીદ મોહમંદ ઈરફાન શેખ ત્યાં આવ્યા હતા અને ઘુરકિયા કરીને કેમ જોઈ છે ? તેમ કહી ઝઘડો કરી બંને ભાઈઓએ ચપ્પુના 20 ધા ઝીંકી અને સળીયાના ફટકા મારતા સાજીદને ગંભીર ઈજા પહોંચી હતી.તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સાજીદનો ભાઈ સરફરાજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. બનાવની જાણ થતા અઠવા પોલીસ પણ નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને સરફરાજની ફરિયાદના આધારે મોહમંદ રફીક મોહમદ ઈરફાન શેખ અને સાજીદ મોહમંદ ઈરફાન શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રફીક સગરમપુરા ઝમઝમ પેલેસની સામે સરકાર આમલેટ સેન્ટરના નામે ચા ની લારી ચલાવે છે. 10 મહિના અગાઉ લારી પર મજાક મસ્તી વેળા સાજીદનો રફીક સાથે ઝઘડો થતા રફીકે તેને માર માર્યો હતો.તે અંગે સાજીદે પોલીસ ફરિયાદ કરી હતી.જોકે, બીજા દિવસે સાજીદે ફરી રફીકની લારી પર જઈને તેને અને તેના ભાઈ સાજીદને માર મારતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને તેમાં મૃતક સાજીદની ધરપકડ થઈ હતી અને જામીન પર છૂટ્યો હતો.

(4:23 pm IST)