Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

કોંગ્રેસે આપ્યા ચૂંટણી વચનો :300 યૂનિટ સુધીની વિજળી મફત યુવાઓ માટે 10 લાખ નોકરી:50 ટકા પ્રાયોરિટી મહિલાને અપાશે

ગેસના સિલિન્ડરની કિંમત 1 હજાર ઉપર હોય તો 500 રૂપિયામાં અપાશે :27 વર્ષમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સ્ક્રૂટની થશે અને કાર્યવાહી કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા મતદારોને આકર્ષવા માટે હવે કોંગ્રેસે વચનની રેવડી આપી છે. ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનવા પર વિજળી, ગેસને લઇને વચન આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદ સંબોધીને આ જાહેરાત કરી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જૂન મોઢવાડિયા, પ્રવક્તા મનીષ દોશી અને રોહન ગુપ્તા હાજર રહ્યા હતા.

5 તારીખે રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ કાર્યકર્તા સમ્મેલન તમારી હાજરીમાં આયોજિત થયુ હતુ. રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આઠ વચન આપ્યા હતા. દરેક ગુજરાતીને 10 લાખ રૂપિયાની સારવારની જવાબદારી સરકારની હશે. ખેડૂતોના 3 લાખ સુધીનું દેવુ માફ કરવામાં આવશે. 300 યૂનિટ સુધીની વિજળી મફત કરવામાં આવશે. યુવાઓ માટે 10 લાખ નોકરી બહાર પાડવામાં આવશે અને 50 ટકા પ્રાયોરિટી મહિલાઓની રહેશે.

3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થાની વાત રાહુલ ગાંધીએ કરી હતી. આખા ગુજરાતમાં 3 હજાર સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલવામાં આવશે અને કેજીથી પીજી સુધીની વિદ્યાર્થિનીઓનું શિક્ષણ મફત હશે.

ગેસના સિલિન્ડરની કિંમત 1 હજાર ઉપર હોય તો અમારી બહેનોને રસોઇ કરે છે તેમણે 500 રૂપિયામાં આપવામાં આવશે. 27 વર્ષમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સ્ક્રૂટની થશે અને કાર્યવાહી કરવામાં આવશે.

આજે 3 યોજનાઓ જેના વિશે અમે પહેલા પણ ઉલ્લેખ કરી ચુક્યા છીએ. 2003માં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે 2004 પછી જે પણ લોકો સરકારી સેવામાં આવશે તેમણે જૂની પેન્શન યોજનાને બંધ કરવાનો નિર્ણય તત્કાલીન ભાજપ સરકારે કર્યો હતો અને આ યોજનામાં જે લાભ મળતા હતા તે બંધ થઇ ગયા છે. રાજસ્થાન સરકારે સૌથી પહેલા દેશમાં જૂની પેન્શન યોજનાની જાહેરાત કરી હતી તે લાગુ થઇ ગઇ છે. જૂની પેન્શન યોજના જ્યા અમારી સરકાર છે છત્તીસગઢમાં ત્યા લાગુ કરી દીધી છે. ગુજરાતમાં અમે આ પેન્શન યોજનાને સરકાર આવવા પર લાગુ કરવાનો દાવો કરીએ છીએ.

એક નવી યોજના ગ્રામીણ યોજના છે નરેગા. 100 દિવસના રોજગારની ગેરંટી કોંગ્રેસની સરકારે લાગુ કરી હતી તે ગ્રામીણ વિસ્તાર માટે હતી. હવે શહેરી વિસ્તારના જે લોકો છે જેમણે જરૂરત છે 100 દિવસની ગેરંટી યોજના આપવાની રાજસ્થાને શરૂ કરી છે. અમે ગુજરાતમાં પણ 162 સ્થાનિક નગરપાલિકામાં 100 દિવસનો રોજગાર ગેરંટી રીતે શહેરમાં રહેતા ગરીબ લોકોને આપવામાં આવશે. આ અમારૂ 10મું વચન છે. 8 રૂપિયામાં શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે ગરીબ લોકોને ભોજન આપવામાં આવશે.

 

(7:05 pm IST)