Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

હવે સિટી સરવેમાં નામ દાખલ કરવા માટે પ્લાન અને BU પરમિશન ફરજિયાત

ગેરકાયદેસર બાંધકામો પર બ્રેક મારવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવાયો : અગાઉ માત્ર દસ્તાવેજ અને ઇન્ડેક્ષની કોપીના આધારે નામની એન્ટ્રી થઇ હતી

અમદાવાદ,તા. ૧૯: હવે સિટી સરવે રેકર્ડમાં નામ દાખલ કરાવવું ખુબ મુશ્કેલ બનશે. અત્યાર સુધી દસ્તાવેજની કોપી અને  ઇન્ડેકસની નકલ હોય તો સિટી સરવેમાં  નામ દાખલ થઈ જતું હતું. પરતુ હવે  સરકારે બિલ્ડિંગના પ્લાનની કોપી અને બિલિંગ યૂઝ (BU) પરમિશન હોય તો જ સિટી સરવેમાં નામ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આમ, સિટી સરવેમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા સમાન બનશે. રાજયમાં થતા ગેરકાયદે બાંધકામો પર લગામ કસવાના આસયથી આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જે બાંધકામો કાયદેસર નથી તેમની પાસે પ્લાનની કોપી ન હોવાથી તેમના નામ  સિટી સરવેમાં દાખલ થઈ શકશે નહીં. આ નિર્ણયથી રાજયમાં ગેરકાયદેસર  બાંધકામો પર બ્રેક લાગે તેવી શકયતા  સુત્રોએ વ્યકત કરી છે.

રાજયમાં કોઈ પણ બિલિંગ તૈયાર  થાય ત્યારબાદ તેના દસ્તાવેજની નોંધણી  કરવામાં આવે છે અને તેના આધારે ઇન્ડેકસની કોપી તૈયાર થાય છે. આમ,  દસ્તાવેજની નકલ અને ઇનેકસની  નકલ મળ્યા બાદ તેના આધારે સિટી સરવે કચેરીમાં નામ દાખલ કરવાની કાર્યવાહી ધરવામા આવતી હોય છે. આ બે ડોકયુમેન્ટના આધારે સિટી સરવેમાં નામ પણ દાખલ થઈ જતાં હોય છે. જોકે, બિલ્ડિંગ ગેરકાયદેસર હોવા છતાં દસ્તાવેજ અને ઇન્ડેકસના આધારે સિટી સરવેમાં નમ દાખલ કરી દેવાતા હતા. પરંતુ સરકાર આ મુદ્દે ગંભીર બની હતી અને ગેરકાયદેસર મકાનોના નામો સિટી સરવામાં દાખલ ન થાય તે માટે નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

સરકાર દ્વારા હવે સિટી સરવેમાં નામ દાખલ કરવા માટે બિલ્ડિંગના પ્લાનની કોપી અને ૮૧૧ પરમિશન ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. જે બિલ્ડિગની પ્લાનની કોપી અને BU પરમિશન હોય તેમના જ નામ સિટી સરવેમાં દાખલ કરશે. જેથી હવે માત્ર દસ્તાવેજ અને ઇન્ડેકસના આધારે નામ દાખલ કરવાની પદ્ઘતિ બંધ થશે. આ નિર્ણય પાછળનો હેતુ રાજયમાં વધી રહેલા ગેરકાયદેસર બાંધકામો પર બ્રેક મારવાનો છે. અત્યાર સુધી જે બિલ્ડિંગો ગેરકાયેદસર હોય તેના દસ્તાવેજ અને ઇન્ડેકસ થયા બાદ સિટી સરવેમાં નામ દાખલ થઈ જતાં હતા. પરતુ હવે આ નિર્ણય બાદ ગેરકાયેદસર બિલિંગ હશે તો દસ્તાવેજ તો થઈ જશે, પરતુ પ્લાનની કોપી અને BU પરમિશન ન હોવાના લીધે તેઓ સિટી સરવેમાં એન્ટ્રી કરાવી શકશે નહીં.

અમદાવાદની વાત કરીએતો શહેરમાં

જ અંદજે ૫૦ હજાર આવા ગેરકાયેદસર મકાનો હશે.જેમના પ્લાનપાસ અને BU નથી. આ જ રીતે રાજયમાં આ આંકડો લાખો ઉપર પહોંચે તેમ છે. ત્યારે સરકારે ભવિષ્યમાં વધુ ગેરકાયદેસર બાંધકામો ન થાય તે હેતુથી આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ જે બિલરો ગેરકાયદેસર જ કામ કરે છે તેમની મુશ્કેલીઓ વધશે. આવા બિલ્ડરોને મકાન વેચવા માટે પણ ખાસી મહેનત કરવી પડશે. જોકે, સિટી સરવેમાં નામ દાખલ થાય તેમ ન હોવાથી બિલ્ડરો હવે મંજૂરી સાથેની જ બિલિંગો બનાવવા તરફ વળે તેવી પણ શકયતા સુત્રોએ વ્યકત કરી છે.

(10:21 am IST)