Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

અફઘાનિસ્તાનમાં શિયા-સુન્ની જોડાણનું એક મોટુ ઉદાહરણ મળ્યું

સુરત, તા.૧૯: સુરત શહેરમાં મૌલાના રાજાણી હસનઅલી રૂહાનીએ જણાવ્યું હતુંકે કુન્દુઝ પ્રાંતની સુરક્ષા સૈયદાબાદ મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ ધડાકામાં મોટી સંખ્યામાં શિયા લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા જેમાં સુન્ની મુસ્લિમોના મોટા મોટા ટોળા શિયા મુસ્લિમોની મદદ અને રકતદાન કરવા માટે હોસ્પિટલોની બહાર ભેગા થયા, અને અફઘાનની ફોઝ કહોકે તાલિબાન આ બધાજ પણ શિયા મુસલમાનોની સુરક્ષા માટે પોતાની જાનની પરવાહ કર્યા વિના સતત હાજર રહયા  પ્રશંસા કરતા કહ્યુંકે જો આ અફઘાનીયો તેમના ભાઈઓને આવી મદદ કરવાનું ચાલુ રાખશે તો તેઓ કયારેય હારશે નહીં. આ હુમલાના પરિણામે, ISIS ફરી એક વખત અફદ્યાનિસ્તાનમાં શિયા-સુન્ની યુદ્ઘ ઇચ્છતું હતું તાકે આખું અફઘાનિસ્તાન ગૃહયુદ્ઘમાં ફેરવાઈ જાય, પરંતુ અફદ્યાનિસ્તાનમાં આ બિલકુલ થયું નહીં જોકે આઇએસઆઇએસનો ઉદ્દેશ અફદ્યાનિસ્તાનમાં શિયાઓ અને સુન્નીઓ વચ્ચે નફરત ફેલાવવાનો હતો, પરંતુ કુન્દુઝના સુન્નીઓએ આઇએસઆઇએસના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો અને ત્યારબાદ આઇએસઆઇએસએ શિયા સમુદાયમાં પોતાનો ડર ફેલાવવા માટે હુમલાની જવાબદારી પણ સ્વીકારી છે તો હવે અફગાની સરકાર ને પોતાના દેશ માંથી જેવી રીતના અમેરિકાને કાઢ્યું છે તેવીજ રીતના આઇએસઆઇએસને અફદ્યાનીસ્થાનથી બહાર કાઢે તાકે દેશમાં સુખ શાંતિ રહે અને દેશ આગળ વધે.

(10:43 am IST)