Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાજપીપળા પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનામાં 8 મહિનાથી નાસતી-ફરતી મહિલાને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં પોલીસ પકડથી નાસતી ફરતી મહિલાને પેરોલ ફર્લો સ્કોડ નર્મદા ની ટીમે પકડી પાડી હતી.
મળતી માહિતી મુજબ હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદા ની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ - બાજુ ના જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા  સૂચના મળતા , તેમના રહેણાક તથા આશ્રય સ્થાનો તથા ખાનગી બાતમીદારોથી ઝડપી પકડી પાડી અસરકારક કામગીરી કરવાની સુચના કરતા પેરોલ - ફર્લો સ્કોડના પો.સ.ઈ. એસ.એમ.રાઠવા એ કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી આરોપી ઓને ઝડપી પાડવાની સૂચના ના પગલે પેરોલ - ફર્લો સ્કોર્ડના પોલીસ સ્ટાફના માણસો દ્વારા રાજપીપલા પો.સ્ટે .ના છેતરપિંડી ના ગુનામાં નાસતા - ફરતા શંકરીબેન હસમુખભાઇ શંકરભાઇ વસાવા( ઉ.વ .૫૫)( રહે . તરોપા , તા . નાંદોદ જી.નર્મદા) ને ખાનગી બાતમીદાર મારફતે તેઓના નિવાસ સ્થાનેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારૂ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવી છે.

(12:16 pm IST)