Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ગોરા પાસે બનેલુ નવ નિર્માણ ઘાટનું નામકરણ આદિજા જગતગુરૂ શંકરાચાર્ય ઘાટ નામ કરવા આવેદનપત્ર અપાયું,સંતે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ગોરા ગામે હાલમાં સરકાર દ્વારા નવ નિર્માણ નર્મદા આરતી માટેનું ઘાટનું કામ સરકાર તરફથી કરવામાં આવ્યું છે.
આ નર્મદા નદીના કિનારે સનાતન ધર્મના ધર્મગુરૂ આદિ જગતગુરૂ શંકરાચાર્ય મહારાજે તપસ્યા કરીને લૌકિક જ્ઞાન પ્રાપ્ત કરીને સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ સંસ્ક્રુતિનું અજવાળું કરાવ્યું સંસ્કૃતિની સાથે-સાથે જે સંસ્કૃતિને તોડવાના દ્દ્ઢ પ્રયાસો કરતા હતા એવા અસામાજીક તત્વનું નાશ કરાવ્યું હતું એવા  મહાપુરૂષ એમને સાચી શ્રદ્ધાંજલી આપવા રૂપે આ ઘાટનું નામ આદિ જગતગુરૂ શંકરાચાર્ય ઘાટ આપવાની નર્મદા નદીના કિનારે રહેતા સાધુ સંતો મહંતો અને ભાવિક ભક્તોની માંગ છે.આ ઘાટનું નામ વ્યક્તિ વિશેષ નામ ઉપર કરવામાં આવશે તો સમગ્ર નર્મદા નદીના સાધુ સંતો ભક્તો ભાવિકો અને પરિક્રમવાસીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે.
આદિ જગત ગુરૂ શંકરાચાર્ય મહારાજે આજથી ત્રણ હજાર વર્ષ પહેલા તપસ્યા કરીને નર્મદા સ્ત્રોત આરતીની પણ એમના દ્વારા રચના કરવામાં આવી હતી. જે આજે પણ નર્મદાનાં સાધુ સંતો રોજ સાંજ સવાર આરતી અને નર્મદાષ્ટકમ કરીને જીવન ધન્ય બનાવે છે.માટે શ્રી વશિષ્ઠ આશ્રમ સેવા સંસ્થાન ના નેજા હેઠળ આજરોજ સાધુ સંતો મહંતો દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

(12:19 pm IST)