Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

વડિયા જકાતનાકા પાસે પ્રતિબંધિત ભારે વાહન લઈ જનાર 02 હાઈવા ચાલક સામે ટ્રાફિક પોલીસે ગુના નોંધ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના વડિયા જકાતનાકા પાસે ટ્રાફિક પોલીસે બે હાઈવા ડમ્પર લઈ જનાર ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતા અન્યોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા ટ્રાફિક શાખા ના માણસો તારીખ ૧૭/૧૦/૨૦૨૧ સાંજે 5 વાગે વડિયા જકાતનાકા પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે કલ્પેશભાઇ ભગવાન ભાઇ તડવી તથા કિરણભાઇ સુરેંદ્રભાઇ તડવી નાઓ હાલ ભારે વાહન ઉપર પ્રતિબંધ લાગુ હોવા છતાં બંને પોતાના કબ્જાનું હાઈવા ડમ્પર લઈ જતા પકડાઈ ગયા હોય ટ્રાફિક પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

(12:20 pm IST)