Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

મોજી ગામે જમીનના ઝગડોની રિસ રાખી મહિલા પર કુહાડી વડે હુમલો કરી ઇજાઓ કરનાર સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા મોજી ગામમાં જમીનના ઝગડાની રિસ રાખી મહિલાને માર મરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ થતા ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ અલખામબેન શનાભાઈ વસાવા (ઉ.વ.૬૬) ( રહે.મોજી જુનુ ફળિયું તા.નાદોદ જી.નર્મદા )એ આપેલી ફરીયાદ અનુસાર પચ્ચીસેક વર્ષ ઉપર તેઓ જે જગ્યાએ રહેતા આવેલ હોય જે ગામતળ જમીન હોય જે જમીનને લગોલગ ગમના ભીમસીંગભાઈ ઉમરજીભાઈ વસાવા (રહે.મોજી )ના મોટા ખાલપાભાઈ વસાવાની જમીન આવી છે જે જમીન તેમણે દબાણ કરતા જે-તે વખતે ઝઘડો થયા બાદ અંદરો-અંદરો સમાઘાન કરી લીધેલ જે ઝઘડાની ભીમસીંગભાઈ ઉમરજીભાઈ વસાવા એ રીસ રાખી તા.૧૭/૧૦/૨૦૨૧ના બપોરે 2 વાગે અલખામબેન ને રોકી કુહાડીની મુંદર કપાળના ભાગે મારી ઇજા કરી તેમજ લાકડી જમણા હાથના કાંડા પાસે મારી ગંભીર ફેક્ચર ઇજા કરી ત્યારબાદ કુહાડીનો બીજો વાર કરતા અલખામ બેને તેનો હાથ પકડવાની કોશીષ કરતા કુહાડી ડાબા કાનના ઉપરનો ભાગે વાગી જતા કાન ઉપરના ભાગેથી કપાઇ જઇ ગંભીર ઇજા કરતા રાજપીપળા પોલીસે ભીમસિંગ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:22 pm IST)