Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ગયા વર્ષે મગફળી વેચવા ૧૦ દિ'માં ૪II લાખ ખેડુતો નોંધાયેલા, આ વર્ષે ૧૯ દિ'માં માત્ર ર.૩ર લાખ નોંધાયા

સરકાર ૧પ૦ ખરીદ કેન્દ્રો શરૂ કરશેઃ હાલ ટેકા કરતા ખુલ્લા બજારમાં ભાવ વધુ

રાજકોટ તા. ૧૯ :.. રાજય સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થનાર છે. ટેકાનો ભાવ મણનો રૂ. ૧૧૧૦ અને કવીન્ટલનો રૂ. પપપ૦ છે. બજારમાં મગફળીની આવક શરૂ થઇ ગઇ છે. ટેકાના ભાવે સરકારને મગફળી વેંચાણ માટે ખેડૂતોનો પ્રતિસાદ નબળો છે.

ગયા વર્ષે પ્રથમ ૧૦ દિવસમાં ૪ાા લાખ અને ર૦ દિવસની મુદત પૂરી થતા સુધીમાં ૪.૭૧ લાખ ખેડૂતોએ નોંધણી કરાયેલ. તે પૈકી ૧.૦પ લાખ ખેડૂતોએ જ સરકારને મગફળી વેંચી હતી.

આ વર્ષે તા. ૧ થી ૩૧ ઓકટોબર સુધીની ઓનલાઇન નોંધણીની મુદત છે. આજે પ્રથમ ઓગણીસ દિવસમાં (આજે બપોર સુધીમાં) કુલ ર,૩ર,૭૧૭ ખેડૂતોએ નોંધણી કરાવી છે. હવે નોંધણી કરાવવાનો પ્રવાહ એકદમ ધીમો પડી ગયો છે. મુદત પુરી  થતા સુધીમાં મહત્તમ ર.૭પ લાખ જેટલા ખેડૂતો નોંધણી કરાવે તેવી શકયતા છે. ગયા વર્ષ કરતા મગફળીનું ઉત્પાદન નોંધપાત્ર ઓછુ હોવાની વાતને સરકારી વર્તુળો સમર્થન આપતા નથી. ખૂલ્લા બજારમાં ભાવ ૬ હજાર રૂપિયાથી વધુ હોવાથી ખેડૂતો સરકાર કરતા બજારમાં મગફળી વેંચવા તરફ વળે તે સ્વભાવિક છે. સરકારનો હેતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવાનો છે. આવતા દિવસોમાં ખૂલ્લા બજારમાં મગફળીની કેટલી આવક થાય છે ? તેના પર ભાવનો આધાર રહેશે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધણીમાં નબળો પ્રતિસાદ છે તે જોતા ટેકાના ભાવે વેંચાણમાં પણ ધીમો પ્રતિસાદ રહે તેવી શકયતા નકારાતી નથી.

(1:10 pm IST)