Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

મોટા નફાની લાલચ દ્વારા ઓનલાઈન ચિટીંગ કરતી પશ્ચિમ બંગાળની ગેંગના ગુજરાતમાં પગદંડો જમાવવાના મનસૂબા પર ઠંડુ પાણી રેડી દેતી સુરત પોલીસ

સુરતમાં પગ પેસારો કરવાના અહેવાલથી પોલીસ કમિશનર ચોકી ઊઠયા, વેસ્ટ બંગાળના જલ્પગુડી ખાસ ટીમ મોકલી મુખ્ય આરોપીને રાતો રાત ઉઠાવી લેવાયો : સીપી અજય કુમાર તોમરની સીધી દોરવણી હેઠળ સાયબર ક્રાઈમના મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ જાડેજા ટીમને મોટી સફળતા મળી

રાજકોટ તા.૧૯. જાણીતી કંપનીના બનાવટી લોગો સાથે ડુપ્લીકેટ વેબસાઈટ દ્વારા લોકોને પ્રોફીટની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરતી પશ્ચિમ બંગાળની ગેંગનો ગુજરાતમાં  પગરણ મક્કમતપૂર્વક મંડાઇ ગયાનું રસપ્રદ અને ચોકાવનારૂ તારણ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કાઢવામાં આવ્યું છે, પોતાની હકૂમત હેઠળના વિસ્તારમાં ચિટર,ડ્રગ્સ સપ્લાયર અને માધ્યમ વર્ગના લોકોની બાઈક ચોર ગેંગ હોય કે પછી વડીલ કે માસૂમ બાળકોને ભયભીત બનાવી ગુન્હો આચરતા ગુનેગારો દૂર રહે તે માટે વિવિધ પ્રકારની રણ નીતિ ઘડી છે.

  ઉકત રણનીતિ અંતર્ગત શહેર પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ વડાશરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર. સરવૈયા અને સાયબર ક્રાઈમ એસપી યુવરાજસિંહ ગોહિલ અને સાથોસાથ એસ. ઓ.જી પીઆઇ  આર.એસ. સુવેરા ને પણ વિશેષ જવાબદારી સુપ્રત કરી છે.જેના ભાગ રૂપે ગઇ તા.૦૫/૦૩/ર૦ર૧ થી તા.૨ર/૦૩/૨૦ર૧ દરમ્યાન મો.નં. ૯૭૭૭૪૨૯૫૬૯ નો ઉપયોગ કરનાર પેની નામની વ્યકિતએ આ કામના ફરીયાદીશ્રીને વોટ્સએપમાં https://admin777777. convregister/84405   ની લીંક મોકલી તેમાં આઇડી બનાવવાનું કહેતા ફરીયાદીએ Dishudivul6 યુઝરનેમથી એકાઉન્ટ બનાવેલ હતું. ત્યારબાદ લીંક ઉપરથી unilever ના લોગો વાળી બનાવટી એપ્લીકેશન ડાઉનલોડ કરાવેલ હતી. ત્યારબાદ ફરીયાદીશ્રીને વિશ્વાસમાં લઇ આ એપ્લીકેશનમાં ઇન્વેસ્ટ કરવાથી પ્રોફીટ થશે તેવી લોભામણી લલચામણી વાતો કરી શરૂઆતમાં નાની રકમનું ઇન્વેસ્ટ કરતા તેઓએ ફરીયાદીશ્રીના એકાઉન્ટમાં પ્રોફીટ સાથે રકમ પરત આપી વિશ્વાસ અપાવેલ હતો. ત્યારબાદ ફરીયાદીશ્રીને મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવા કહેતા ફરીયાદીએ તા.૧૬/૦૩/ર૦ર૧ ના રોજ રૂ.૬૫,૯૭૫/- તથા તા.૧૭/૦૩/૨૦૨૧ ના રોજ રૂ.૧,૧૪,૮૦૦/- તથા તા.૧૮/૦૩/૨૦૨૧ ના રોજ રૂ.૧,૬૬,૦૦૦/- તથા તા.૨૨/૦૩/૨૦૨૧ ના રોજ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૩,૫૬,૭૭૫નું રીચાર્જ કરેલ હતું જે રૂપીયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા થતા હતા. આ રીતે મો.નં. ૯૭૭૭૪૨૯૫૬૯ ઉપર વોટ્સએપ મેસેજ કરનાર પેની તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીશ્રીને ઇન્વેસ્ટમેન્ટ કરાવી તેઓના રૂપીયા વિડ્ડો નહીં કરવા દઇ ફરીયાદીશ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો આચરેલ હોય આ બાબતે ગઇ તા. ૦૮/૦૯/૨૦૨૧ ના રોજ સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧ર૧૦૦૬૨રર૧૦૦૨૮ ઇ.પી.કો. કલમ- ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.

 ગુન્હો દાખલ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આરોપી અમિત કુમાર રહે.પશ્ચિમ બંગાળનું કારસ્તાન હોવાની માહિતી આધારે વિશેષ ટીમ મોકલી તેને ઝડપી રિમાન્ડ પર સુરત તથા ગુજરાતના અન્ય કયા કયા સ્થળે આવી છેતરપીંડી કરી છે તેની તપાસ ચાલે છે.

    આ કામગીરી શ્રી વાય.એ.ગોહીલ, મદદનીશ પોલીસ કમિશ્નર, સાયબર ક્રાઇમ, સુરત શહેર તથા સાયબર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ટી.આર.ચૌધરી તથા પો.ઇન્સ.શ્રી ડી.કે.પટેલ તથા પો.વા.ઇન્સ.શ્રી સી.એમ.શાહ તથા પો.સ.ઇ.શ્રી જે.બી.આહીર તથા પો.સ.ઇ.શ્રી ડી.એ.રાઠોડ તથા પો.સ.ઇ.શ્રી એસ.એ.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી કે.ક.આસોદરીયા તથા અ.હે.કો. સુનિલ કિશોરભાઇ તથા અ.હે.કો. અનિલકુમાર દલપતભાઇ તથા અ.હે.કો. યોગેશ ચંદુભાઇ તથા પો.કો. નાજભાઇ જેઠુરભાઇ તથા પો.કો. પિયુષ અશોકભાઇ તથા પો.કો. પ્રહલાદસિંહ વનરાજસિંહ તથા પો.કો. હાર્દિક ધર્મેન્દ્રભાઇ તથા પો.કો. ભાવિન મહેશભાઇ તથા પો.કો.પુનમબા અંબાદાન તથા પો.કો. સ્નેહલતાબેન શંકરભાઇ નાઓએ સાયબર ક્રાઇમ પો.સ્ટે.ની કર્મચારીઓ દ્વારા ટીમ વર્કથી કરેલ છે. (૪૦.૫)

જો જો આવી ભૂલ ન થાય,માતા દ્વારા પુત્રને ઠપકો આપતાં,માસૂમ બાળકી ડરીને નાશી ગયેલ

લાપતા બાળકોને શોધવામાં સુરત પોલીસની વિક્રમજનક કામગીરીની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ

 રાજકોટઃ સુરતમાં કોઈ પણ માસૂમ બાળક કે ખાસ કરી બાળકી ગૂમ થવાના પ્રસંગે કોઈ નેતાની ભલામણ હોય કે ન હોય, કોઈ અમિર નો બાળક પણ ન હોય અને તે સામાન્ય મજૂરી કામ કરતા પરિવારનો બાળક હોઈ તો પણ પોલીસ ફોજ,ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મેદાને ઉતારવાની પોલીસ કમિશનર અજય કુમાર તોમરની માનવીય અભિગમવાળી નીતિનો સુરત શહેર પોલીસ ચુસ્તતા પૂર્વક જે રીતે અમલ કરી રહીછે તેનાથી વધુ એક સફળતા સાથે ગાંધીનગર સુધી નોંધ અખબારી માધ્યમો થકી લેવામાં આવી રહી હોવાથી પોલીસ સ્ટાફ પણ હોશે હોંશે ફરજ બજાવી રહ્યો છે. 

ગૃહિણી એવા અસ્મિતાબેન અમરેલિયાની ૮ વર્ષની પુત્રી ઘર પાસે   પોતાના ભાઈ પ્રિન્સ સાથે રમતી હતી, દરમિયાન પ્રિન્સ દ્વારા મજાક મસ્તી અવિરત ચાલુ રહેતા માતા દ્વારા પુત્રને ઠપકો આપતાં તેમની ૮ વર્ષની બાળકી ભય પામી ચાલી ગયાની ફરિયાદ નોંધાવતા પુંણે પોલીસ મથક સ્ટાફ દોડતો થયેલ. ટેકનિકલ સર્વેલન્સ કામે લગાડી દેવામાં આવેલ.સીપી પણ તમામ બાબત પર નજર રાખી રહેલ. પોલીસ સ્ટાફની મહેનત ફળતી હોય તેમ પુણા ગામ પાસેથી બાળકી મળી આવેલ.

ઉકત કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ એમ વી. કીકાણી, પીએસઆઈ રાજપૂત, શ્રી.રાઠોડ અને શ્રી. રાણા તથા વું.પીએસસાઈ એલ. બી.સેની વિગેરેને સફળતા મળી હતી.

(2:50 pm IST)