Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ગુરૂવારની મધ્યરાત્રીથી ઓરીયોનીડસ ઉલ્કાઓ વરસશે

રાજકોટમાં ૧૦.૭૬ અંશની ઉંચાઇએ જોવા મળશે : ચંદ્રની તેજસ્વીતાના કારણે જોવામાં તકલીફ પડી શકે : મધ્યરાત્રીના ૧૧.૩૦ થી પરોઢ સુધી ઉલ્કાવર્ષાનો શ્રેષ્ઠ સમય : ખગોળીય ઘટના નિહાળવા વિજ્ઞાન જાથાની અપીલ

રાજકોટ તા. ૧૯ : દુનિયાભરના દેશોમાં ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની મોસમ ૨૬ મી સુધી ક્રમશઃ જોવા મળશે. જે અંતર્ગત ભારતમાં ૨૧ મી ઓકટોબર ગુરૂવારની મધ્યરાત્રીથી પરોઢ સુધી ઉલ્કાઓ વરસતી જોવા મળશે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે. રાજયમાં પૂર્વથી ઉત્તર તરફ ઇશાનકોણમાં જોવા મળશે. રાજકોટમાં ૧૦.૭૬ અંશની ઉંચાઇએ આ નજારો જોવા મળશે. ચંદ્રની તેજસ્વીતા નરી આંખે જોવામાં થોડી અંતરાયરૂપ બનશે. વિજ્ઞાન જાથા દ્વારા રાજકોટ સહીત અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ સહીત વિવિધ સ્થળોએ ઉલ્કાવર્ષાની જાણકારી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાં પ્રત્યેક પરિવારોએ આ ખગોળીય ઘટના ટેલીસ્કોપ, દુરબીન જેવા વિજ્ઞાનના ઉપકરણોની મદદથી નિહાળવા અનુરોધ કરાયો છે. રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહીતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે.

(2:50 pm IST)