Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ગુજરાતમાં ૧૦ લાખથી વધુ મતદારો ઉમેરાશેઃ૧ નવેમ્બરથી મતદાર યાદી સુધારણા

તા. ૧ જાન્યુઆરી ર૦રર સુધીમાં ૧૮ વર્ષ પૂરા થતા હોય તેને મતદાર બનવાની તક

રાજકોટ તા. ૧૯ :.. ચૂંટણી પંચ દ્વારા તા. ૧ નવેમ્બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થનાર છે. જેમાં તા. ૧૪, તા. ર૧ તથા તા. ર૭ અને ર૮ ના દિવસોમાં વિશેષ અભિયાન ચલાવાશે. રાજયમાં ૧૦ લાખથી વધુ યુવા મતદારોનો ઉમેરો થવાની શકયતા છે. તા. ૧ જાન્યુઆરી ર૦રર ના દિવસે ૧૮ વર્ષ પુરા થતા હોય તેને મતદાર બનવાની તક મળશે.

રાજ્યમાં ૨૦૨૨ના ઉતરાર્ધમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તે પૂર્વ આગામી જાન્યુઆરીની તા. ૧ના રોજ સુધીમાં ૧૮ વર્ષ પુરા કરનારનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકાશે. ચૂંટણી પંચે ઓનલાઇન નોંધણી પર ભાર મૂકયો છે. સરકારી કચેરીમાં જઇને પણ નિયમ અનુસાર નોંધણી કરાવી શકાશે. તા. ૧૪,૨૧,૨૭ અને ૨૮ નવેમ્બરના દિવસે ચૂંટણી પંચવતી સરકારી કર્મચારીઓ મતદાન પર બેસશે. જે તે મતદાન મથક પર બ્લોક લેવલ ઓફીસર હાજર રહી મતદાર યાદી સુધારણા કામગીરી કરશે. ઓનલાઇનો નિયત કચેરીએ જવાની અનુકુળતા ન ધરાવતા લોકો ઉપરોકત ૪ દિવસોમાં પોતાના વિસ્તારના મતદાન મથકે જઇને નામ ઉમેરવા, કમી કરાવવા કે સુધારવાની કામગીરી કરી શકશે.

(4:01 pm IST)