Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

હિંમતનગર:સાબરકાંઠા એલ.સી.બી એ બાતમીણ આધારે ચોરીના બનાવમાં ફરાર આરોપીને બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો

હિંમતનગર : સાબરકાંઠા એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે છેલ્લા ૧૫ વર્ષથી તલોદ પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને ઈડર બસ સ્ટેશન નજીકથી વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી. પી.એસ.આઈ. સ્ટાફ સહિત ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે એક  ગાડી ભીલોડા તરફથી ઈડર થઈ હિંમતનગર તરફ દારૂ ભરીને આવે છે. જેને પગલે પોલીસે ઈડર બસ સ્ટેશન સામે રોડ ઉપર વોંચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા ગાડીને ઝડપી પાડી તપાસ હાથ ધરતા ગાડીના અંદરના ભાગે વિદેશી દારૂની પેટીઓ ભરેલી હોવાથી વાહન ચાલક રૂપલાલ ઉર્ફે રૂપા ફતાજી નાથાજી કલાસવા (રહે. કાકરાડુંગરાકલાસવા ફળીપો. જાયરાતા. ખેરવાડાજી. ઉદેપુર) (રાજસ્થાન) ને ઝડપી પાડી વિદેશી દારૂની જુદા જુદા બ્રાંન્ડની છુટી બોટલ નંગ. ૬૦ કિંમત રૃા. ૨૭,૮૭૯ તથા ગાડી કિંમત રૃા. ૨.૫૦ તથા મોબાઈલ ફોન કિંમત રૃા. ૧ હજાર મળી કુલ કિંમત રૃા. ૨,૭૮,૮૭૯નો મુદમાલ કબ્જે કર્યો હતો. આરોપીની પુછપરછ હાથ ધરતા તપાસ દરમિયાન છેલ્લા ૧૫ વર્ષથી તલોદ પોલીસ મથકે ચોરીના ગુન્હામાં નાસતો ફરતો હોવાની વિગત સામે આવી હતી. એલ.સી.બી. પોલીસે તલોદ પોલીસને જાણ કરી ઈડર પોલીસ મથકે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:17 pm IST)