Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

આણંદ જિલ્લામાં દિવાળી પર્વ વહેલા ફટાકડાના વેચાણ અર્થે 75 અરજીઓ આવી

આણંદ : દિવાળી પર્વ ટાંણે દારૂખાનાના વેચાણ અર્થે હંગામી પરવાના લેવા માટે આણંદની પ્રાંત કચેરીમાં કુલ ૭૫ અરજીઓ આવી છે. આ તમામ અરજીઓ માટે જે તે વિસ્તારના મામલતદારાને સ્થળ તપાસના આદેશ કરાયા છે. મામલતદાર તથા પોલીસ મથકમાંથી રીપોર્ટ આવ્યા બાદ દારૂખાના હંગામી વેચાણ અર્થે પરવાના આપવામાં આવશે.

દિવાળી પર્વમાં ફટાકડાની ભારે માંગ રહેતી હોય છે. જેને લઈ ઠેર-ઠેર દારૂખાનાનું  વેચાણ શરૂ થતું હોય છે. થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં દારૂખાનાના વેચાણ માટે હંગામી પરવાના લેવા માટે તંત્ર દ્વારા જાહેરાત કરી વેપારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં આણંદ શહેર, ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાંથી કુલ ૭૫ વેપારીઓની હંગામી પરવાનગી માટે તંત્રને અરજીઓ મળી છે. જેમાં ઉમરેઠ તાલુકામાંથી ૨૧ જ્યારે આણંદ શહેરમાંથી ૨૩ અરજીઓ મળી છે જ્યારે આણંદ તાલુકાના કરમસદ, હાડગુડ, સારસા, વાસદ, મોગરી, જનતા ચોકડી તથા વિદ્યાનગરમાં મળી ૩૧ વેપારીઓએ દારૂખાનાના વેચાણ અર્થે હંગામી પરવાનગી લેવા અરજીઓ કરી છે.

(5:18 pm IST)