Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

વિરમગામના પત્રકાર ગોવિંદભાઈ પનારાના ઘરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી

શ્રી સત્ય નારાયણની કથા ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ, એશ્વર્ય વગેરેની નિરંતર વૃદ્ધિ કરવા વાળી અને ભક્તોની બધી મનોકામનાઓની પુરી કરનારી છે તેવી લોકોમાં ધાર્મિક માન્યતા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામના ભોજવા ખાતે પત્રકાર ગોવિંદભાઈ બચુભાઈ પનારાના ઘરે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથામાં મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો, પત્રકારો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને કથાનું શ્રવણ કર્યું હતું. ઉપસ્થિત લોકોએ આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,  ભગવાન વિષ્ણુની કથા સત્યનારાયણ સંપૂર્ણ રીતે સત્યના માર્ગ પર ચાલનારી કથા છે. જે પણ વ્યક્તિ આ કથાનું પોતાના ઘર-પરિવારમાં આયોજન કરીને આ કથાને સંપૂર્ણ શ્રદ્ધાથી સાંભળે છે, તથા તેના નિયમોનું પાલન કરે છે, તેમના ઉપર હંમેશા લક્ષ્મી પતિ નારાયણની કૃપા બની રહે છે. સત્ય નારાયણની કથા વ્યક્તિના સંપૂર્ણ પાપોનો નાશ કરવા વાળી હોય છે. સત્ય નારાયણની કથા ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ, એશ્વર્ય વગેરેની નિરંતર વૃદ્ધિ કરવા વાળી અને ભક્તોની બધી મનોકામનાઓની પુરી કરનારી છે તેવી લોકોમાં ધાર્મિક માન્યતા છે.

(8:30 pm IST)