Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ભદામ ગામની સીમમાથી 1,300 રૂપિયાનો કપાસ ચોરી કરનાર બે પૈકી એક ચોર પકડાતા પોલીસને હવાલે કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકમાં આવેલ ભદામ ઘામણી વગા સીમમાંથી કપાસની ચોરી કરનાર બે શખ્સો પૈકી એક ઝડપાઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રામુભાઈ સોમાભાઈ વસાવા રહે. ભદામટેકરા એ આપેલી ફરીયાદ અનુસાર તારીખ 18.10.21 ના સવારે 9.45 વાગે તેમના ભોગવટાના કપાસના ખેતરમાં ગણપતભાઈ બચુભાઈ વસાવા તથા ઇશ્વરભાઈ ડાહ્યાભાઈ વસાવા પ્રવેશ કરી કપાસની ચોરી કરતા તેમણે નજરો નજર જોઇ જતા તેમનો પીછો કરતા ઇશ્વરભાઈ ડાહ્યાભાઈ વસાવા ભાગી ગયો હતો તેમજ ગણપતભાઈ બચુભાઈ વસાવા યુરિયાની કોથળીમા અંદાજે વીસ કિલોગ્રામ રૂપિયા.૧૩૦૦ ના કપાસના મુદ્દામાલ સાથે પકાયેલ જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:51 pm IST)