Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાજપીપળા માં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદ ની ઉલ્લાસભેર ઉજવણી

ઠેર ઠેર કેક , ચોકલેટ, નિયાઝ નું આયોજન , સરકાર ની ગાઈડલાઈન મુજબ ઝુલુસ માં લોકો જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે ઇસ્લામના મહાન પયગંબર નો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે રાજપીપળામાં પણ ઈદ-એ- મિલાદની ઉલ્લાસથી ઉજવણી કરાઇ હતી

રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મળસ્કે સલાતો સલામ પઢવામાં આવી હતી મસ્જિદોમાં ફઝરની નમાજ અદા કરાઈ હતી ત્યારબાદ જુમા મસ્જિદ ખાતેથી ઝુલુસ નું આયોજન કરાયું હતું જેમાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઉપરાંત ઠેર ઠેર કેક , ચોકલેટ, નિયાઝ નું આયોજન કરાયું હતું,આજના દિવસે ગરીબોને ખવડાવવું, દાન કરવું તેમજ સમાજીક ઉત્થાન કાર્યો લોકો કરતા હોય છે.
 આજના દિવસ બાબતે મુસ્લિમ અગ્રણી શાહનવાઝ પઠાણ એ જણાવ્યું હતું કે ઇસ્લામ ના મહાન પયગંબર અલ્લાહ ના છેલ્લા દૂત છે તેઓએ લોકોને અલ્લાહ ની કિતાબ વિશે સમજાવ્યા ,જીવન શૈલી શીખવાડી, શાંતિ નો પેગામ આપ્યો, મહિલાઓ ને સમાજમાં ઉત્તમ સ્થાન અપાવ્યું, નીચી જાતિ ના લોકો ને અછૂત માનવામાં આવતા પરંતુ પયગંબર સાહેબે બિલાલ હબસી જેવા ગુલામ ને પોતાના ગળે લગાવી ઊંચ નીચના ભેદભાવો ખતમ કર્યા ઉપરાંત દુનિયા ને શાંતિ અને સલામતી નો સંદેશ આપ્યો ત્યારે તેમણે શીખવાડેલ જીવન શૈલી દરેક માનવીએ પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે ઉપરાંત આજના મુબારક દિવસે વિશ્વમાં શાંતિ અને સલામતી માટે દુઆ ગુજરાઈ હતી.

(10:58 pm IST)