Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

અમદાવાદમાં મચ્છજન્ય રોગચાળો વકર્યો : ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો

કોર્પોરેશન તેમજ સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી

અમદાવાદમાં મચ્છજન્ય કેસો બેકાબૂ બન્યા છે, જેના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. જેમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થતા કોર્પોરેશન તેમજ સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે અને બીજી બાજુ દર્દીઓને સુવિધા અને વ્યવસ્થા આપવામાં સોલા સિવિલ હોસ્પિટલનું તંત્ર ખાડે ગયું છે.

જોકે ચિકનગુનિયાના કેસો વધવા પાછળનું કારણ વાતાવરણમાં આવેલો પલટો હોવાનું સિવિલ હોસ્પિટલના અધિકારીઓ માની રહ્યા છે. જો રોગચાળાના આંકડા પર નજર કરીએ તો,,અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટમાં ડેન્ગ્યુના 350કેસ નોંધાયા હતા.જે ઘટીને સપ્ટેમ્બરમાં 280 પર પહોંચ્યા છે.જ્યારે મેલેરિયાના ઓગસ્ટમાં 53 કેસ નોંધાયા હતા.જે ઘટીને સપ્ટેમ્બરમાં 46 પર પહોંચ્યા છે.તબીબો ભલે સબ સલામતનો દાવો કરતા હોય, પરંતુ સિવિલમાં દર્દીઓની લાઇન કઇંક અલગ જ કહાની રજૂ કરી રહી છે.

(11:26 pm IST)