Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજપીપળા ધાભા ગ્રાઉન્ડની એક તરફની દીવાલ સેડ સાથે ધરાસાઈ થતા સદનસીબે કોઈને નુકશાન નહિ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરજણ ઓવરા સામે આવેલા ધાભા ગ્રાઉન્ડની રોડ તરફની દીવાલ ગત રાત્રે અચાનક સેડ સાથે જમીનદોસ્ત થઈ હતી જોકે મેદાન તરફ અંદરના ભાગે દીવાલ તૂટી પડતા અને રાત્રીના સમયે બનાવ બનતા ત્યાં કોઇ અવર જવર હોવાથી કોઈને નુકશાન કે ઇજા થઇ નથી ત્યારે સ્પોર્ટ કોમ્પ્લેક્સના સુત્રો માંથી મળતી માહિતી મુજબ દીવાલ દસ વર્ષ કરતા વધુ જૂની અને PWD હસ્તક બનેલી છે.અને તેને જોડતી અન્ય દીવાલો માં પણ તિરાડો હોય ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં જણાય છે માટે હવે સપોર્ટ વિભાગ બાબતે ઉપર રજુઆત કરી બાકીની દીવાલો પડે અને પડેલી દીવાલ નવી બને માટે તજવીજ હાથ ધરશે.

(12:45 am IST)