Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

અમદાવામાં:ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાની એન્ટ્રી: ત્રણ જજ એકસાથે સંક્રમિત થતા સારવાર હેઠળ

અમદાવાદ:ગુજરાત રાજ્યમાં જીવલેણ અને ઘાતક વાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ અમદાવાદ શહેર વાયરસનાં સંકજામાં વધારેને વધારે હોમાઈ રહ્યું છે. શહેરમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાનો પગપેસારો થયો છે. હાઈકોર્ટના ત્રણ જજ જીવલેણ વાયરસથી સંક્રમિત થયા છે. પહેલા પણ હાઈકોર્ટનો સ્ટાફ સંક્રમિત થયો હતો.

ત્યારે હવે જોવાનું કે ત્રણ જજનો રિપોર્ટ પોઝિટીવ આવતા 23મી તારીખથી કોર્ટ શરૂ થશે કે નહી તે મામલે પણ ભારે અસમંજસ સર્જાઈ છે. બીજુ કે જજોના રિપોર્ટ પોઝિટીવ આવતા હવે કોર્ટ શરૂ થયા પહેલા હાઈકોર્ટના તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હાલ જે જજ કોરોનાથી સંક્રિમત છે તેઓ હાલ સારવાર હેઠળ છે. હાઈકોર્ટના જસ્ટિસ આર એમ સરીન, જસ્ટિસ એસ સી રાવ અને જસ્ટિસ જી આર ઉધવાણીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

(5:31 pm IST)