Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

વડોદરાના માંડવી વિસ્તારમાં શકમંદ હાલતમાં ફરતા શખ્સને પોલીસે ચોરીના સાધનો સાથે ઝડપી પાડ્યો

વડોદરા:શહેરના માંડવી વિસ્તારમાં શકમંદ હાલતમાં ફરતો ઈસમ પોલીસે ઝડપી પાડી તેની ઝડતી લેતાં તેની પાસેથી કેટલાક ચોરીમાં ઉપયોગ થતા સાધનો મળી આવતા ધરપકડ કરી હતી.

સીટી પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માંડવી સ્થિત વિઠ્ઠલનાથજી મંદિરના દરવાજા પાસે શંકાસ્પદ વ્યક્તિ જણાતા પોલીસે પૂછતાછ કરતા વ્યક્તિએ પોતાનું નામ ભગવાન ગુલાબરાવ ટીનાની (રહે- કોટ વિસ્તાર, વારસિયા) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મળી આવેલી બેગમાં તપાસ કરતા તેમાંથી હથોડી, કોન્સહેકસો બ્લેડ, ડિસમિસ ટેસ્ટર, કટર પટ્ટી, વગ્રાઈન્ડર, પાનું, તિજોરીની ચાવી, ટોર્ચ વગેરે હથિયારો મળી આવ્યા હતા

(5:32 pm IST)