Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ગરુડેશ્વર મામલતદાર કચેરીનું ઇ-લોકાર્પણ થઇ ગયું છતાં ધરાસાઈ થયેલી પ્રોટેક્શન વોલ હજુ જૈસેથે સ્થિતિમાં હોવાથી ઉઠ્યા સવાલ

ઉદ્ઘાટન પહેલા જ એક વર્ષ પર ધરસાઈ થયેલી પ્રોટેક્સન વોલ બનાવ્યા વિનાજ ઇ લોકાર્પણની જાહેરાત થતાં અનેક સવાલ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કરોડોના ખર્ચે અનેક વિકાસના કામો થાય છે પરંતુ આ કામોની ગુણવત્તા પર વારંવાર સાવલો ઉઠ્યા છે.જેમાં નર્મદાના ગરુડેશ્વર ખાતે એકાદ વર્ષ પૂર્વે લાખોના ખર્ચે તૈયાર થયેલી મામલતદાર કચેરીનું ગુરુવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મહેશુંલ મંત્રી કૌશિક ભાઈ પટેલની ઉપસ્થિતમાં ઇ લોકાર્પણ થઈ રહ્યું હોય તેમ છતાં હજુ સુધી આ કચેરીની તૂટી ગયેલી પ્રોટેક્સન વોલ હજુ જૈસેથે હાલતમાં જ પડેલી છે તો ઇ લોકાર્પણ પહેલા એક વર્ષ થી તૂટેલી આ દીવાલ કેમ બનાવાઈ નથી..? તેવા અનેક સવાલ હાલ ઇ-લોકાર્પણ પહેલા ઉઠી રહ્યા છે.

બે મહિના પહેલાજ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર હેમંત વસાવાને આ બાબતે પૂછતાં જણાવ્યું હતું કે તૂટેલી દીવાલ માટેના ટેન્ડર બહાર પડ્યા છે ટૂંક સમયમાં તેનું કામ શરૂ થશે તો લોકાર્પણ પહેલા કેમ દીવાલ ન બની અને ઇ લોકાર્પણ ની આટલી શુ ઉતાવાળ હતી..?જેવા અનેક પ્રશ્નો હાલ ચર્ચા માં છે.

(12:16 am IST)