Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દિવાળીના તહેવારમાં પાટણની ઐતિહાસિક રાણીની વાવ નિહાળવા 10 હજાર જેટલા પ્રવાસીઓ ઉમટ્યા

પાંચ દિવસમાં પુરત્વ વિભાગને 3.50 લાખની થઈ આવક

 

પાટણઃ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી વિશ્વ ફલક પર ચમકેલી અને રૂપિયા 100ની ચલણી નોટ પર અંકિત થયેલી પાટણની ઐતિહાસિક રાણકી વાવને નિહાળવા દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ ઉમટયા હતા આ  વર્ષે કોરોના મહામારીને કારણે વિદેશી પ્રવાસીઓ પર સરકારે રોક લગાવી છે. જોકે, દિવાળીના મિની વેકેશનના પાંચ દિવસમાં અંદાજે દસ હજાર ભારતીય પ્રવાસીઓ પાટણના મહેમાન બન્યા હતા.

પાટણાં રાણકી વાવ નિહાળવા આવેલા પ્રવાસીઓ રાણીની વાવના શિલ્પ સ્થાપત્યો અને કલા કોતરણી નિહાળી અભિભૂત થયા હતા. પાંચ દિવસમાં પુરાતત્વ વિભાગને અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાની આવક થઈ છે.

(12:24 am IST)