Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

AIMIMએ ૧૫ ઉમેદવારો ગુજરાતની ચૂંટણીમાં ઉતાર્યા : લઘુમતી - દલીત મતદારોને રીઝવવા પ્રયાસ

ઔવેસી ૧૭ રેલીઓ કરશે : ૨૦ લોકોની સોશ્યલ મીડિયા ટીમ બનાવી

અમદાવાદ તા. ૧૯ : ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્ત્ેહાદુલ મુસલમીન (AIMIM)ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ખ્ત્પ્ત્પ્ તેલંગાણાથી આગળ નીકળીને ધીરેધીરે આગળ વધી રહ્યું છે. દરેક ચૂંટણીમાં હોય છે તેમ ગુજરાતના મુસ્લિમ અને દલિત મતદારો પર દરેક પાર્ટીની નજર હોય છે, તેના માટે પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુમાં વધુ સીટો જીતવા માટે ઓવૈસીએ એક 'માસ્ટર પ્લાન' બનાવ્યો છે.

ગુજરાત ચૂંટણી માટે AIMIMનો માસ્ટરપ્લાન શું છે? હાલ આ એક સવાલ દરેક મતદાતાના મનમાં ચાલી રહ્યો છે. વાસ્તવમાં ગુજરાતની ચૂંટણીને આડે હવે બે સપ્તાહનો સમય બાકી છે. અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત તનતોડ મહેનત કરી રહી છે. માસ્ટરપ્લાન મુજબ AIMIM ૧૫ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી રહી છે, પાર્ટીએ ચૂંટણી માટે ૨૦ લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે, જે દિવસ-રાત પ્રચારમાં વ્યસ્ત છે.

ખ્ત્પ્ત્પ્ એ અમદાવાદમાં પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી હિન્દુ ઉમેદવાર કૌશિકા પરમારને મેદાનમાં ઉતાર્યા છે. ઓવૈસીએ ચૂંટણીમાં દલિત ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આ બધાની વચ્ચે AIMIMનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

અસદુદ્દીન ઓવૈસીની ૧૭ રેલીઓપાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં ૧૭ રેલીઓ કરશે. તેના સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના ૭ ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જયારે અકબરૃદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.(

(3:49 pm IST)