Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સુરતના ડુમસ બીચ ઉપર ભટકે છે પ્રેત આતમાઓઃ બીચનો રંગ કાળો થઇ જાયઃ કુતરા પણ અજીબોગરીબ અવાજ કાઢવા લાગે

દેશભરમાંથી આ ડરાવના બીચને જોવા આવે છે પ્રવાસીઓ

સુરતઃ સુરતના ડુમી બીચ ઉપર પ્રેત આત્‍માઓ ભટકતી હોવાની ચર્ચાથી લોકોમાં ભોરે કુતુહલ છવાઇ છે.

આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્યો અચંબામાં મૂકી દે તેવા છે. ત્યારે આજે ગુજરાતના એક એવા સ્થળની વાત કરીએ જે રહસ્યોથી ભરેલી છે. આમ તો આ જગ્યા વિશે તમે ઘણુ સાંભળ્યુ હશે. પણ હકીકત એ છે કે, રહસ્યમયી આ જગ્યા પર આજે પણ સેંકડો પ્રવાસીઓ ફરવા જાય છે. પ્રવાસીઓમાં આ જગ્યા પર ફરવાનો કોઈ ડર નથી. 

આ જગ્યાનુ નામ છે ડુમસ બીચ, જે સુરતમાં આવેલો છે. સુરતના સ્થાનિક લોકોનું માનીએ તો, આ સ્થળ પર પ્રેતઆત્માઓ હોવાનો દાવો છે. આ રહસ્યમયી બીચ સુરત શહેરમાં આવેલો છે. જ્યાં અનેકવાર પેરાનોર્મલ ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે આ બીચ સતત ચર્ચામાં રહેતો હોય છે. હંમેશા સોશિયલ મીડિયા પર આ બીચની ચર્ચાઓ થતી રહે છે. આ ભૂતિયા બીચને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતા છે, કેટલાય કિસ્સાઓ પ્રચલિત છે. પણ, ખાસ વાત એ છે કે, આ બીચનો નજારો આકર્ષિત અને સુંદર છે, જેથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. 

રોજ આ બીચ પર કોઈને કોઈ રહસ્યમયી ઘટના આકાર લેતી હોય છે, છતાં અહી પ્રવાસીઓ ઉમટી પડે છે. અનેક લોકો અહી ભૂતપ્રેત હોવાનો ઉલ્લેખ કરે છે. આ જગ્યા પર અનેક લોકોએ અજીબોગરીબ રહસ્યમયી અવાજ સાંભળવા મળે છે. કેટલાક રિપોર્ટ તો એવા છે કે, આ બીચ પર રાત્રે ફરવા ગયેલા ટુરિસ્ટ આજદિન સુધી પરત ફર્યા નથી. 

સ્થાનિક લોકોના અનુસાર, કહેવાય છે કે વર્ષો પહેલા આ બીચનો ઉપયોગ સ્મશાન તરીકે કરાતો હતો. જેથી આજે પણ અહી પ્રેત આત્માઓ ભટકતી રહે છે. આ કારણે રાત્રે અહી બીચનો રંગ કાળા રંગનો થઈ જાય છે. રાતના સમયે અહી કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જાય છે. તેઓ પણ અજીબોગરીબ અવાજ કાઢવા લાગે છે. 

આ જ કારણે સુરતના ડુમસ બીચનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. દેશ દુનિયાના અનેક લોકો આ ડરાવના બીચને જોવા માટે આવે છે. તો રાતના સમયે બીચની આસપાસ કોઈ ભટકતુ નથી. 

(4:33 pm IST)