Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કાળુ મીઠુ, લીકોરીસ પાવડર, તજ પાવડર, ફુદીના-લીમડાના પાનના ભુક્કામાંથી બનાવેલ હર્બલ પાવડરના ઉપયોગથી દાંત ચમકી ઉઠશ.

આ પાવડરનો ઉપયોગ કરવાથી મોઢાની દુર્ગંધમાંથી પણ છૂટકારો મળશે

અમદાવાદઃ દાંતને સફેદ અને ચમકતા બનાવવા હોય તો હર્બલ પાવડરનો ઉપયોગ હિતકારી છે.

શું તમે તમારા પીળા અને ગંદા દાંતથી ચિંતિત છો? શું તમને તમારા પીળા દાંત અને શ્વાસની દુર્ગંધને કારણે બીજાની સામે શરમનો સામનો કરવો પડે છે? જો તમે પીળા દાંતની સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો, તો તમે આ હર્બલ પાવડરને તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. આ હર્બલ પાવડરની મદદથી પીળા દાંતની સમસ્યા સિવાય તમને શ્વાસની દુર્ગંધની સમસ્યાથી પણ છુટકારો મળશે. ચાલો જાણીએ દાંત સાફ કરવાના આસાન ઉપાયો શું છે?

પીળા દાંત સાફ કરવાની રીતો

હર્બલ પાવડર કેવી રીતે બનાવવો

તમારા પીળા દાંતને સાફ કરવા માટે તમે ઘરે જ હર્બલ પાવડર બનાવીને પ્રયોગ કરી શકો છો. હર્બલ પાવડર બનાવવા માટે સૌપ્રથમ કાળું મીઠું, લીકોરીસ પાવડર અને તજ પાવડર સમાન માત્રામાં લો. તેને મિક્સ કરવા માટે ફુદીનાના પાન અને સૂકા લીમડાના પાનને પણ પીસી લો. પછી આ બધું મિક્સ કરો. ત્યારબાદ આ હર્બલ પાવડરને તમારા દાંત પર સવાર-સાંજ બે વાર ઘસો અને પછી પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારા દાંત સાફ થશે અને મોઢામાંથી દુર્ગંધ પણ નહીં આવે.

નાળિયેર તેલ ખૂબ અસરકારક

નાળિયેર તેલ દાંતની પીળાશ દૂર કરવા માટે પણ ખૂબ અસરકારક છે. તમારા મોંઢામાં નાળિયેર તેલ મૂકો અને પછી તેને ધોઈ લો. નાળિયેર તેલને આખા મોઢામાં ફેરવો. આ પ્રક્રિયાને ઓઇલ પુલિંગ કહેવામાં આવે છે. ઓઈલ પુલિંગથી દાંત સાફ થાય છે, તેની સાથે મોઢામાં સડો હોય તો તે પણ ઠીક થઈ જાય છે.

લીંબુથી દાંત સાફ કરો

પીળા દાંતને સાફ કરવા માટે તમે લીંબુની મદદ પણ લઈ શકો છો. લીંબુની છાલ લો, તેને સૂકવી લો અને પછી તેને દાંત પર ઘસો. આ સિવાય તમે કેળાની છાલના અંદરના ભાગને પણ દાંત પર ઘસી શકો છો. તેનાથી દાંતની ગંદકી સાફ થાય છે.

(4:37 pm IST)