Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વડોદરામાં ભાજપને વધુ એક મોટો ઝટકો: પાદરામાંહોદેદારોએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા

જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ, જિલ્લા ભાજપના કિસાન મોરચાના પ્રમુખનું રાજીનામુ: તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને મહામંત્રીએ પણ રાજીનામાં આપ્યા

વડોદરા : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો ટિકિટને લઈને હજુ વિવાદ શમ્યો નથી. જેમાં વડોદરામાં ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જેમાં પાદરામાં ભાજપના સંગઠનના હોદેદારોએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે. જેમાં પાદરા વિધાનસભાના અપક્ષના ઉમેદવાર દિનેશ પટેલના સમર્થનમાં રાજીનામા આપ્યા છે. પાદરામાં સાંજે પરુષોત્તમભાઈ  રૂપાલાની જાહેરસભા પૂર્વે ભાજપમાં ભડકો થયો છે. વડોદરા જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસાર અને જિલ્લા ભાજપના કિસાન મોરચાના પ્રમુખ જીતેન્દ્ર સિંહ વાઘેલાએ પણ રાજીનામાં આપ્યા છે. જેમાં પાદરા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પુરાણી તથા મહામંત્રી તુપ્તિબેન પટેલ સહિતના હોદેદારોએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યા છે.

(7:02 pm IST)