Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રાજ્યમાં આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડશે: હવામાન વિભાગની આગાહી

 ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થયો :તાપમાન ઘટતા ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.

 છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો પારો ગગડતા લોકોને ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાનની આગાહી મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે તાપમાનનો પારો નીચે આવવા લાગ્યો છે. અને ગુજરાતમાં હજુ પણ કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. જેથી આગામી દિવસોમાં લોકોને હાડથીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. હાલ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તાપમાન ઘટતા ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે.

આજના તાપમાનની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં સૌથી ઓછુ તાપમાન 13.2 ડિગ્રી તાપમાન તો અમરેલી અને વડોદરામાં પણ 14.4 ડિગ્રી તાપમાન , ડિસામાં 16 ડિગ્રી તાપમાન , ભાવનગરમાં 16. 6 નલિયામાં 16.4 રાજકોટમાં 16.7 તાપમાન તો સૌથી વધુ ઓખામાં 24.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

(7:57 pm IST)