Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આપ ની ટિકિટના પ્રબળ દાવેદાર હવે ઉમેદવારની બેઠક પર કેમ્પેઇન ઓબ્ઝર્વરની ભૂમિકા ભજવશે

પાર્ટી દ્વારા ટિકિટની ફાળવણી બાદ જાહેરમાં અથવા અંદરખાને જોવા મળતા રોષનો શાંત પાડવા માટેનું મોટું કામ પાર પાડવાનો પ્રયાસ .

અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની બેઠકો માટે ટિકિટની ફાળવણી કરતા જ અનેક જગ્યાઓ પરથી વિરોધના સુર ઉઠ્યા હતા. કેટલીક જગ્યાઓ પર વિરોધના સુર જાહેરમાં સામે આવ્યા હતા. તો કેટલીક જગ્યાઓ પર અંદરોઅંદર ગણગણાટ જોવા મળ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, એક સમયે ટિકિટના પ્રબળ દાવેદાર ગણાતા કાર્યકરો હવે પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારની બેઠક પર કેમ્પેઇન ઓબ્ઝર્વરની ભૂમિકા ભજવશે. આ જોતા લાગે છે કે પાર્ટી દ્વારા ટિકિટની ફાળવણી બાદ જાહેરમાં અથવા અંદરખાને જોવા મળતા રોષનો શાંત પાડવા માટેનું મોટું કામ પાર પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

(8:32 pm IST)