Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પ્રથમ તબબકાના મતદાન પહેલા એટલે કે 29 મીએ સાંજે 5 વાગ્યાથી દીવ અને દમણમાં ત્રણ દિવસ દારૂબંધી લાગુ

બીજા તબબકાના મતદાન પહેલા 3 ડિસેમ્બરે દારૂ બંધી ફરી લાગુ થશે જે 5 તારીખે સાંજે 5 વાગ્યા સુધી રહેશે:ત્રીજી વખત દારૂબંધી 8 ડિસેમ્બરે પરિણામના દિવસે દિવસભર રહેશે.

અમદાવાદ : ગુજરાતને અડીને આવેલા દમણ અને દીવ આ બને પ્રદેશો પર દારૂબંધી લાગુ થવા જઈ રહી છે. જેની પાછળનું કારણ ગુજરાત ઇલેક્શન મનાઈ રહ્યું છે. ગુજરાતમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થઈ શકે અને મતગણતરી થઈ શકે તે હેતુથી દીવ દમણમાં દારૂબંધી કરવામાં આવશે.

પ્રથમ તબબકાના મતદાન પહેલા એટલે કે 29 તારીખે સાંજે 5 વાગ્યાથી દીવ અને દમણ બનેમાં દારૂ પર પ્રતિબંધ લાગી જશે. જે 1 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી એટલે કે અંદાજે ત્રણ દિવસ અમલમાં રહેશે. ત્યાર બાદ બીજા તબબકાના મતદાન પહેલા એટલે કે 3 ડિસેમ્બરે દારૂ બંધી ફરી લાગુ કરાશે. જે 5 તારીખે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ ત્રીજી વખત દારૂ બનધી 8 ડિસેમ્બરે પરિણામના દિવસે દિવસભર રહેશે.

(12:25 am IST)