Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

નર્મદા જિલ્લાના માંડણ બોરીદ્રા ગામ વચ્ચે અને નિંગટ ત્રણ રસ્તા પાસે અકસ્માતમાં સાત વ્યક્તિઓને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ અને બોરીદ્રા ગામ વચ્ચે વળાંક પાસે તેમજ ડેડીયાપાડા તાલુકાના નિંગટ ત્રણ રસ્તા પાસે થયેલા અકસ્માતમાં સાત વ્યક્તિઓને ઇજા થવા પામી છે

  પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્રભાઇ કાલિદાસ રાઠવા( રહે.વાવ તા.પાવી જેતપુર જી .છોટાઉદેપુર) નાઓ તેના કબ્જાની સ્વિફ્ટ ડીઝાયર ગાડી નં.GJ-06-HD-1364 પુર ઝડપે હંકારી લાવી માંડણ અને બરીદ્રા ગામ વચ્ચેના વળાંક પાસે રોડ ઉપર પલ્ટી ખવડાવીને પ્રકાશભાઇ અભેસિંગભાઇ જાતે રાઠવા(રહે-ભેંસાવહી તા.પાવી જેતપુર)  ને તથા પોતાને શરીરે સાધારણ ઇજાઓ પહોચાડી તેમજ ગાડીને નુકશાન કરતા રાજપીપળા પોલીસે ચાલક મહેન્દ્ર રાઠવા સામે ગુનો દાખલ કર્યો છે.
 જ્યારે બીજી અકસ્માત ની ઘટના ડેડીયાપાડા નાં નિંગટ ત્રણ રસ્તા પાસે બની જેમાં ટવેરા ગાડી નંબર GJ 05 CK 8472 ના ચાલક રણજીતભાઇ ધનજીભાઇ ગામીત (રહે.કોસંબીયા ,તા.વાલોડ જી તાપી(વ્યારા) નાઓ ટવેરા ગાડી પુરઝડપે હંકારી લાવી ઇક્કો ગાડી નં GJ 22 H 5535ની સાથે એક્સીડન્ટ કરી બીપીનભાઇ માધુભાઇ ગામીતને માથાના ભાગે ઇજા કરી તથા શીમાબેન ભરતભાઇ ચૌધરી નો આગળનો એક દાત તોડી કાઢી ગોકુળભાઇ શંકરભાઇ ગામીત તથા પ્રકાશ ગીરધારી માહેરને સામાન્ય ઇજા પહોંચાડી તથા ટવેરામા બેસેલ અરવિંદભાઇ કીકાભાઇ ગામીતને ડાબા હાથમા ઇજા પહોંચાડી તથા કપાળ ઉપર ઇજા કરી ઇક્કો ગાડીને નુકશાન કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:17 pm IST)