Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જુદા જુદા નામથી ભજીએ તો પણ બધાનો હેતુ સમાન : નિતીન ગડકરી

અમદાવાદમાં યોજાયેલ સ્‍પર્શ મહોત્‍સવનો પાંચમો દિવસ : દેશભરમાંથી આવેલા પાંજરાપોળ સંચાલકોનું અભિવાદન : રૂા. પાંચ કરોડની સહાય

(કેતન ખત્રી) અમદાવાદ તા.૨૦ : કેન્‍દ્રિય પરિવહન અને માર્ગ મંત્રીᅠ નીતિન ગડકરીએᅠ આચાર્ય ભગવંતની પ્રેરણાથી અમદાવાદમાં યોજાયેલ સ્‍પર્શ મહોત્‍સવને પ્રાચીનતા, ઐતિહાસિકતા, અને પરંપરા સાથે અર્વાચિન ટેક્‍નોલોજીના સમન્‍વયરૂપ ગણાવીને આનંદ વ્‍યક્‍ત કર્યો હતો અને કહ્યું કે શ્નઆવા ધાર્મિક આયોજનો સમાજ અને જીવનને એક નવી દ્રષ્ટિ આપે છે. સંસ્‍કૃત સુભાષિતનો ઉલ્લેખ કરીને શ્રી ગડકરીજી એ જણાવ્‍યું કે જુદા જુદા નામ થી ભજીયે તો પણ, બધાનો હેતુ સમાન છે.ᅠᅠ

પ્રધાનમંત્રીᅠ નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં આત્‍મનિર્ભર ભારત અને પાંચ ટ્રીલીયન ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય છે ત્‍યારે સમાજના નબળા વર્ગના લોકોની પણ સેવા કરતા રહીએ એવા આશીર્વાદ લેવા આચાર્ય ભગવાન રત્‍નસુંદરસૂરિજી મહારાજ પાસે આવ્‍યો છું. તેમના ૪૦૦માં પુસ્‍તકનાં વિમોચનના પ્રસંગે અહી આવવા મળ્‍યું તેનો મને આનંદ છે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યું કે ‘ભૌતિક પ્રગતિનો ઉપયોગ કેવી રીતે થાય તેની દિશા નક્કી કરવામાં મહારાજ સાહેબના પુસ્‍તકો ખુબ ઉપયોગી બનશે.'

આચાર્ય ભગવંત ગુરુદેવે જણાવ્‍યું કે, ‘ઝડપથી પ્રગતિ થાય તે આવકારદાયક છે, પરંતુ ગતિની સાથે ગતિની દિશા કઈ તરફની છે તેનો પણ ખ્‍યાલ રાખવો જરૂરી છે.'

આજના દિવસને જીવદયા દિવસતરીકે દેશભરમાંથી આવેલા ૨૫૦થી વધુ પાંજરાપોળના ટ્રસ્‍ટીઓનું સન્‍માન કરીને રૂ. ૫ કરોડનું અનુદાન -ᅠ વર્ધમાન સેવા કેન્‍દ્ર,જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઈન્‍ડિયા, શ્રી કંપાણી પરિવાર અને શ્રી લબ્‍ધિનિધાન જૈન સંઘ જેવી સંસ્‍થાઓ દ્વારા આપવામાં આવ્‍યું છે.ᅠ

ᅠમુખ્‍યમંત્રીᅠ ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે પાંચ પાંજરાપોળના સંચાલકોને ચેક અર્પણ કરવામાં આવ્‍યા હતા. સ્‍પર્શ મહોત્‍સવના ના અધ્‍યક્ષᅠ કુમારપાળભાઈ શાહ દ્વારા ઉપસ્‍થિત મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સ્‍થાનિક ધારાસભ્‍ય શ્રી અમિતભાઈ શાહ અને અન્‍ય મહાનુભાવો તેમજ સાધુ સાધ્‍વીઓ અને આચાર્ય ભગવંતો તેમજ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:01 pm IST)