Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

૮૮ાા લાખ બાળકોના સ્‍વાસ્‍થ્‍યની તપાસઃ ૨૧૧૦ બાળકોને હૃદયરોગની સારવાર

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા.૨૦: રાજય આરોગ્‍ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લામાં ૪.૬૪ લાખ,સુરત કોર્પોરેશનમાં ૪.૫૩ લાખ,કચ્‍છમાં ૪.૪૪ લાખ, અમદાવાદ કોર્પોરેશનમાં ૩.૯૨ લાખ, મહેસાણામાં ૩.૯૦ લાખ,આણંદમાં ૩.૮૭ લાખ , રાજકોટમાં ૩.૨૭ લાખ બાળકોનું સ્‍ક્રીનીંગ કરવામાં આવ્‍યું છે.

રાજયાના કેટલાક જિલ્લાઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સ્‍ક્રીનીંગના નિર્ધારિત લક્ષ્યાંકના ૧૦૦ ટકા થી વધુ પુર્ણ કર્યા છે. જેમાં સુરત જિલ્લામાં સર્વશ્રેષ્ઠ ૧૬૫ ટકા કામગીરી થઇ છે.

રાજયના ૮૮.૪૯ લાખ સ્‍ક્રીનીંગ થયેલ બાળકોમાંથી ૩૧૯૫ જેટલા બાળકોમાં કિડની, હ્રદય, કેન્‍સર જેવી વિવિધ બિમારીઓનું નિદાન થયું હતુ. જેની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે.

જેમાં ૨૧૧૦ બાળકોની હ્રદયરોગ સંબધિત સારવાર, ૭૨૪ કિડનીની સારવાર, ૩૩૭ કેન્‍સરની સારવાર આપવામાં આવી છે.૧૩ બાળકોના કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ, ૧૦ બાળકોના બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ અને ૧ બાળકના લીવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટની સારવાર પણ આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરીને બાળકોને લાભ આપવામાં આવ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્‍ય-રાષ્ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ અંતર્ગત રાજયના ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય જળવાઇ રહે તે હેતુસર બાળકોની આરોગ્‍ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગણવતા સભર સેવાઓ રાજય સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે.

શાળા આરોગ્‍ય - રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્‍લાન મુજબ નવજાત શિશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧ર માં અભ્‍યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્‍ડ્રન હોમના બાળકોને આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્‍થ ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્‍ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે.

રાજયમાં કુલ ૧૦૦૦ જેટલી ય્‍ગ્‍લ્‍ધ્‍(રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) મોબાઇલ હેલ્‍થ ટીમો કાર્યરત છે.દરેક ટીમમાં બે આયુષ ડોક્‍ટર (મેલ અને ફિમેલ) એક ફાર્માસીસ્‍ટ અને એકસ્ત્રી આરોગ્‍ય કાર્યકરનો સમાવેશ થાય છે.

(4:41 pm IST)