Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સંસ્કારી નગરી વડોદરામાં નશાખોરો બેફામ બન્યા: ATS દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઇ

અનેક વિસ્તારોમાં નશાના ઇન્જેકશન તથા નશીલા પદાર્થોનું સામ્રાજ્ય : પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલો

વડોદરા: ફરી એકવાર સંસ્કારી નગરી વડોદરા નશાનું એપી સેન્ટર બની છે. માંજલપુર સ્મશાન ગૃહ પોલીસની બેદરકારીના કારણે નશાબાજોનો નવો અડ્ડો બન્યો છે. જ્યાંથી શંકાસ્પદ ઈન્જેક્શન મળતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા વડોદરામાં એક યુવક ડ્રગ્સનો નશો કરી રહ્યાનો વીડિયો સામે આવતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા હતા. કારણે કે અહીં યુવક સોસાયટીમાં ખુલ્લેઆમ ડ્રગ્સનો નશો કરી રહ્યો હતો. બીજી તરફ વડોદરા શહેર અને જિલ્લામાંથી ATS દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપી પાડવામાં આવી છે.

સંસ્કારી નગરી નશાનું એપી સેન્ટર બનતા પોલીસ સફાળી જાગી છે. સંસ્કારી નગરીમાં કોઈને પોલીસનો ડર સતાવી રહ્યો નથી, તેમ નશાખોર બેફામ બન્યા છે.  પોલીસની લાપરવાહીના કારણે માંજલપુર સ્મશાન ગૃહમાં નસેડીઓ નશા કરી રહ્યા છે અને તેમનો આ નવો અડ્ડો વસાવી લીધો છે. શહેરના અનેક વિસ્તારમાં નશાના ઇન્જેક્શન તેમજ નશીલા પદાર્થનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. 

મહાકાળીના ભક્તો માટે મોટા સમાચાર! હવે પાવાગઢમાં સેકન્ડોમાં માતાજીના દ્વારે પહોંચાશે

બંધાણીઓ માટે નશો કરવા માટે સ્મશાન ગૃહ સુરક્ષિત સ્થળ હોવાથી અહીં કોઈનો ડર નથી. જેના કારણે શહેરના નાગરિકોમાં પોલીસની કામગીરી સામે રોષ ફાટી નીકળ્યો છે. અહીં સ્મશાન ગૃહમાં શંકાસ્પદ ઇન્જેક્શન મળતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે. શહેરની SOG તેમજ માજલપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વડોદરાના સમા-નિઝામપુરા રોડ પર આવેલ સોસાયટીમાં એક વ્યક્તિ હાથમાં ઇન્જેક્શન લઇ ડ્રગ્સનો નશો કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પાંચ મહિના પહેલા એક ડ્રગ્સ એડિક્ટનું મોત થતાં હંગામો મચ્યો હતો તે જગ્યાનો જ આ વીડિયો હોવાથી ડ્રગ્સ એડિક્ટ આ વિસ્તારમાં કેટલા સક્રિય છે તે સમજી શકાય છે.

 

 

(6:26 pm IST)