Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

નર્મદા : કડકડતી ઠંડીમાં તાપણું કરવું મોંઘુ પડ્યું : તાપણું કરતી મહિલા ગંભીર દાજી

સાગબારાનાં નવાગામની તાપણું કરતી મહિલાને ખેંચ આવતા ચૂલામાં પડતા ગંભીર રીતે દાઝયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવાગામમાં એક મહિલા ચૂલામાં તાપણું કરતા ગંભીર પ્રકારે દાઝી જતાં સારવાર માટે ખસેડાયા હતા

  પ્રાપ્ત માહિતી અનુસાર વસંતાબેન  દયારામભાઈ વસાવા (રહે.ખોપી તા.સાગબારા જીલ્લો નર્મદા )એ પોલીસમાં જાણ કર્યા મુજબ સામીબેન તે દશરથભાઈ વાહરીયાભાઈ વસાવા (ઉ.વ.આ.૬૫)( રહે.નવાગામ (સેલંબા), તા.સાગબારા જી.નર્મદા) નાઓ સવારના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં ચુલા પાસે આગ સળગાવી તાપણું કરવા બેઠા હતા તે વખતે અચાનક ખેંચ આવી જતા ચુલામાં પડી જતા ચુલામાની આગ શરીરે લાગી જતા સામીબેન ને ચહેરાનો ભાગ છોડી શરીરના આગળ- પાછળના ભાગે દાઝી ગયો હોય તત્કાલ સારવાર માટે લઈ જવાયા હતા.

(10:17 pm IST)