Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ધારીખેડા સુગર ફેકટરીમાં ફરજ બજાવતા ટ્રાન્સપોર્ટ ક્લાર્કનું અચાનક ફરજ પર ઢળી પડતાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ધારિખેડા સુગર ફેકટરીમાં ફરજ બજાવતા કર્મચારી ફરજ વખતે અચાનક નીચે ઢળી પડતાં મોત થયું હતું

  મળતી માહિતી મુજબ સુગર ફેકટરી માં ટ્રાન્સપોર્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કમલેશભાઇ શનુભાઇ માછી( રહે-લીમડા ચોક રાજપીપળા તા-નાંદોદ જી-નર્મદા) નાઓ ધારીખેડા સુગર ફેક્ટરીમા નોકરી દરમ્યાન ફોન પર વાત કરતી વખતે અચાનક જમીન ઉપર ઢળી પડતા બે ભાન થઇ જતા સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમા લઈ આવતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા આમલેથા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:20 pm IST)