Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મહારાષ્‍ટ્રનો ગેંગસ્‍ટાર અકબર જલેલા સુરત SOGની નજરથી બચી ન શકયો

પોલીસ કમિશનર અજયકુમાર તોમર પાસે મદદ માગતા જ આવા અનેક ઓપરેશન પાર પાડનાર પીઆઈ આર.એસ.સુવેરા, પીએસઆઈ વી.સી.જાડેજા ટીમે દબોચી લીધો : મહીલાઓને બંદી બનાવી લાખોની લૂંટ, ડ્રગ્‍સ સહિત અપરાધો સામે લોકરોષ બાદ ધુલિયાથી સૂરતમા છુપાવવાની ભૂલ કુખ્‍યાત અપરાધીને ભારે પડી

રાજકોટ, તા.૨૦:   મહારાષ્‍ટ્રના ધુલિયાનો પોલીસના નાકમાં દમ લાવી દેનાર કુખ્‍યાત વોન્‍ટેડ લુંટ,મહિલાઓને બંદી બનાવવી, ડ્રગ્‍સ સિરપની બોટલો અંગે જેની સામે ગુન્‍હો દાખલ થયેલ છે તેવા રીઢા ગુનેગાર સામે લોકોનો રોષ જોયા બાદ સમગ્ર પોલીસ તંત્ર કામે લાગતા નાસી છુટેલ અપરાધી સુરતમાં ઘૂસવાની ભૂલ કરી બેઠો અને આ ભૂલ તેને ભારે પડી હોય તેમ સુરત પોલિસ કમિશનર અજય કુમાર તોમર સમક્ષ ધૂલિયા ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા મંગાયેલ મદદ આધારે એસ. ઑ.જી. પીઆઇ આર. એસ. સુવેરા ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવેલ છે.                                        

અકબર જલાલા સામે તેની ગેંગના ત્રણ સભ્‍યો એક સોસાયટીમા ઘૂસી નિવળત્ત મહિલાને બંદી બનાવી લૂટ કરતા લોક રોષ પરાકાષ્‍ઠા પર પહોંચી જતા આ  કુખ્‍યાત રીઢો આરોપી સુરતમાં સંતાયો હોવાની રજૂઆત સીપી પાસે થતાં તેઓ દ્વારા આ આરોપીને તાત્‍કાલિક ઝડપી લેવાનું કાર્ય સુરત એસ. ઓ.જી પીઆઇ આર.એસ. સુવેરા ટીમ કે જે આવા અનેક અપરાધીઓને ઝડપી ચૂકી છે તેને સુપરત થતાં એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રાજદીપ સિહ નકુમના માર્ગદર્શન હેઠળ ઝડપી લેવામાં આવેલ.

ઉપરોકત સુચના અન્‍વયે એસ.ઓ.જી.ના પીઆઈ આર.એસ. સુવેરા તથા પીએસઆઈ વી.સી. જાડેજા નાઓએ તપાસમાં  આવેલ ધુલીયા ક્રાઈમ બ્રાંચની ટીમ પાસે મજકુર હિસ્‍ટ્રીશીટર આરોપી બાબતે તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવેલ અને તે આરોપી બાબતે તપાસ કરાવતા આરોપી લિંબાયત વિસ્‍તારમાં છુપાયેલ હોવાની હકિકત જણાયેલ જેથી મજકુર આરોપી સુરત શહેર ખાતે કોઈ ગંભીર પ્રકારનો ગુન્‍હો આચરે તે પહેલા જ તેને જબ્‍બે કરવા એસ.ઓ.જીના માણસોની અલગ- અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. જે ટીમો દ્વારા મજકુર આરોપીને શોધી કાઢવા હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્‍સ આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જેમાં ધુલીયા ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ, એએસઆઈ બાબુભાઈ સુરજીભાઈ, એએસઆઈ હિતેષસિંહ દિલીપસિંહ, એચસી રાજુભાઈ ભીમાભાઈ, એચસી બુધાભાઈ ડાહ્યાભાઈ, એચસી રામજીભાઈ મોહનભાઈ, એચસી ધવલ વાલજીભાઈ, એચસી અજયસિંહ રામદેવસિંહ તથા એચસી મહેન્‍દ્રસિંહ દિલીપસિંહનાઓ વોન્‍ટેડ આરોપીની તપાસ કરવા માટે પેટ્રોલીંગમાં હતા.

દરમ્‍યાન એસ.ઓ.જી.ના એએસઆઈ હિતેષસિંહ દિલીપસિંહ તથા એચસી રાજુભાઈ ભીમાભાઈને મળેલ બાતમી આધારે લીંબાયત મીઠીખાડી વિસ્‍તારમાંથી રીઢા મોસ્‍ટ હિસ્‍ટ્રીશીટર આરોપી અકબરઅલી ઉર્ફે જલેલા કેશરાલી ફકીર રહે. ચાલીસગાંવ રોડ જામકા મહોલ્લા અલહેરા સ્‍કુલ પાછળ તા.જી.ધુલીયા મહારાષ્‍ટ્રવાળો કાંઈ સમજે- વિચારે તે પહેલા જ દબોચવામાં સફળતા મળેલ છે.

(3:32 pm IST)