Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વસ્‍ત્રાપુર પોલીસની સરાહનીય કામગીરી : ફાધર્સ ડેનાં દિવસે વસ્‍ત્રાપુર પોલીસે બે પુત્ર અને પિતાનુ મીલન કરાવી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ

રાજસ્‍થાન અભ્‍યાસ માટે આવેલ બાળક ડરનાં કારણે રાજસ્‍થાન મુકી ભાગી જતા પોલીસે તેને અમદાવાદથી ગોતી લઈ તેના પરીવાર સાથે મીલન કરાવ્‍યું અને બાળકની મદદ કરવાનુ વચન આપ્‍યુ

અમદાવાદઃ પશ્ચિમ બંગાળનો બાળક અભ્‍યાસ માટે રાજસ્‍થાન આવ્‍યો હતો. પરંતુ અહિં તે હંમેશ ડરનાં સાયા હેઠળ જીવતો હતો. જેનાથી કંટાળી તે રાજસ્‍થાનથી ભાગી અમદાવાદમાં છુપાયો હતો. જેની જાણ વસ્‍ત્રાપુર પોલીસને થતા પોલીસે બાળકને રહેવાની વ્‍યવસ્‍થા કરી દઈ અને તેના પરીવારને જાણ કરી હતી. જેને લઈ બાળકનાં પિતા તાત્‍કાલિક અમદાવાદ પહોંચ્‍યા હતા. અને નતમસ્‍તક થઈ  પોલીસનો આભાર માન્‍યો હતો.

વસ્ત્રાપુર પોલીસ પોલીસ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું માનવ ધર્મ અદા કર્યો છે. ખાસ કરી ફાધર્સ ડે ના દિવસે બે પુત્ર અને પિતા સાથે મેળવી પોલીસની કામગીરીનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના આ પરિવારનો બાળક રાજસ્થાનમાં અભ્યાસ કરવા હેતુસર આવ્યો હતો. જો કે સતત ડર અને ભયથી પીડાતો હતો. જેને પગલે રાજસ્થાન છોડી અમદાવાદ આવી પહોંચ્યા અને પોતાને સેફ ફિલ નહિ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

જેને પગલે પોલીસે તેના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી તેને પડતી મુશ્કેલીઓની વિગતો પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત તેના પરિવાર વિશે માહિતી મેળવીને તેના પિતાનો સંપર્ક કર્યો હતો. બાળકનો સંપર્ક પણ પરિવાર સાથે કરાવ્યો હતો. પિતાએ વેસ્ટ બંગાળ ફ્લાઇટમાં અમદાવાદ આવી પોલીસ કામગીરીને બિરદાવી હતી. બાળકને પડતી મુશ્કેલી જાણીને તેને મુશ્કેલીઓ ઘટાડી શકાય તે પ્રકારનું કરવાનું પણ પોલીસને બાંહેધરી આપી હતી.

જો કે બાળક અને તેના પિતા પોલીસની કામગીરીને બિરદાવીને પોલીસ સામે બંન્ને નતમસ્કતક હતા. ખરેખર વસ્ત્રાપુર પોલીસની SHE ટીમની કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે અને ગુજરાત પોલીસની આવી સંવેદનશીલતાને વખાણી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસની ટિપિકલ છબીથી હટીને SHE ટીમ દ્વારા કરવામાં આવી હતી.

(5:50 pm IST)