Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દક્ષિણ ગુજરાત અને દરિયા કાંઠા વિસ્તારમાંવરસાદ પડશે : હવામાન વિભાગની આગાહી

નવસારી, સુરત, દમણ-દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકશે

અમદાવાદ :  હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'દક્ષિણ ગુજરાત અને દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ વરસશે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. નવસારી, સુરત, દમણ-દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સીઝનનો 23 MM વરસાદ પડ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.'

(8:47 pm IST)