Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

નડિયાદનાં યુવકે અમેરિકાની ધરતી પર માતા-પિતાને ભારતીય પરંપરાને અનુસરી કંકુ પગલાં કરી આવકાર્યા

પુત્ર –પુત્રવધૂ અને પૌત્રનો આ પ્રેમ જોઈને માતા-પિતામાં હર્ષની લાગણી સાથે અંતરના આશિર્વાદ આપ્યા

ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. જેની મહેલ વિદેશી ધરતી પર દેખાય છે. અનેક ગુજરાતીઓ વિદેશમાં વસી રહ્યા છે. તેઓ ભલે વિદેશી ધરતી પર વસવાટ કરે છે. પરંતુ સંસ્કારોને આજે પણ જાળવી રાખ્યા છે. વિદેશમાં ગરબાની રમઝટ તેમજ અનેક વિદેશીઓને ગુજરાતી ગરબા ગાત જોઇને આપણે ગર્વ થાય છે. તેમ મૂળ નડિયાદનાં પરંતુ વર્ષોથી વિદેશમાં રહેતા યુવકે તેના માતા-પિતાને વિદેશી ધરતી એવી રીતે આવકાર્ય કે તમે જોઇને આનંદિત થઇ જશો.

મળતી માહિતી મુજબ મૂળ નડિયાદના અને 2003 થી અમેરિકામાં રહેતા યુવકે વિદેશની ધરતી પર ભારતીય પરંપરાને અનુસરી માતા –પિતાને આવકાર્યા હતા. પુત્ર –પુત્રવધૂના સંસ્કાર અને પ્રેમને જોઈને વિદેશ ગયેલા વૃદ્ધ માતા –પિતાની લાગણી છલકાઇ હતી. નડિયાદ શહેરમાં રહેતા પરેશભાઈ દવે વર્ષ 2003માં અમિષાબેન સાથે લગ્ન કરી અમેરિકા ગયા હતા. જોકે, વિદેશની ધરતી પર પણ તેઓએ સંસ્કાર અને મૂલ્યો સાચવી રાખ્યા હતા. અમેરિકામાં આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા પરેશભાઈએ નડિયાદમાં મોટાભાઇ (ભાવેશ દવે) સાથે રહેતા માતા પિતાને અમેરિકા તેડાવ્યા. જ્યાં તેઓએ માતા પિતાના કંકુ પગલાંની છાપ શ્વેત વસ્ત્ર પર લઈ તેને આશિર્વાદરૂપે ઘરમાં સાચવી રાખ્યા હતા. પુત્ર –પુત્રવધૂ અને પૌત્રનો આ પ્રેમ જોઈને માતા-પિતામાં હર્ષની લાગણી જોવા મળી હતી અને તેઓએ અંતરના આશિર્વાદ આપ્યા હતા. પરેશભાઈના પિતા નારાયણભાઈ દવે નડિયાદની ડી. પી. સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં ગુજરાતીઓ વિદેશી ધરતી પર વસવાટ કરે છે. ત્યાં જઇને પણ ગુજરાતની પરંપરા અનુસરે છે. તો વળી ગુજરાતી કલાકારો વિદેશી ધરતી પર ધૂમ મચાવી રહ્યા છે. “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત” આ કહેવત સાચી પડે છે. ગુજરાતી દુનિયાના કોઇ પણ ખૂણે હોય પોતાની આગવી છાપ છોડી જાય છે.

(9:03 pm IST)