Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજપીપલા વડીયા પેલેસ પાસે વાહન મૂકવા બાબતે માથાકુટ: માર મારવાની ધમકી આપનાર બે સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વડીયા પેલેસ કોલોની પાસે વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી થતા મારવાની ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર હઠીસીંગભાઇ ભાઇલાલભાઇ વસાવા( રહે, વેરીસાલપુરા,તા.નાંદોદ જી.નર્મદા )નાંઓની ફરિયાદ મુજબ ગૌરવભાઇ ભરતભાઇ વસાવા( રહે,સડક ફળીયુ રાજપીપલા) તથા વિપુલભાઇ ઉક્કડભાઇ વસાવા( રહે,ટેકરા ફળીયા રાજપીપલા )નાઓ મો.સા ઉપર વડીયા પેલેસ ફોરેસ્ટ ગેટ નાં પ્રવેશ ગેટ ની સામે આવતા વાહનોને અડચણ થાય તે રીતે ઉભેલા હોવાથી તેમણે ગેટ ની સામે નહી ઉભા રહેવા જણાવતા બન્ને તેમની મો.સા પાર્ક કરી  ગોળો બોલી તુ કોણ અમને કહેવા વાળો આ મો.સા અહી થી નહી હટાવીએ તારા થી થાય તે કરી લે તારા ટાંટીયા ભાગી નાખવા પડશે અમે કોઇનાથી ડરતા નથી તુ એકલો મળીશ તો અમે તને બતાવીશુ તેવી ધમકીઓ આપી ગુનો કરતા પોલીસે આ બને સામે ગુનો દાખલ કર્યો છે.

(10:13 pm IST)