Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ઢોલાર ગામની ખાડી પાસે ઝેરી દવા પિનાર યુવાનનું સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઢોલાર ગામના યુવાને કોઈક કારણોસર ગામની ખાડી પાસે જઈ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર ઢોલાર ગામમાં રહેતા વિજય શંકરભાઇ વસાવા( ઉ.વ.૩૦ )નાઓએ ઢોલાર ગામની ખાડી પાસે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લઈ આવી સારવાર અર્થે દાખલ કરેલ જેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:14 pm IST)