Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજપીપળા નિવાસી સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને શિક્ષણની ગુણવત્તા બાબતે પત્ર લખ્યો

સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો અને કારકુન બનાવી દેવાય છે, ગુણવત્તા વાળુ શિક્ષણ મળતું નથી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: રાજપીપળા નિવાસી સાંસદ મનસુખભાઇ વસાવા એ શિક્ષણમંત્રીને એક પત્રમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે ઉદ્યોગપતિઓ બે નંબરી આવકમાંથી બચવા શૈક્ષણિક સંસ્થાઓ-હોસ્પિટલો ઉભી કરે છે,
ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લખેલા પત્રમાં મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે, થોડા દિવસ પેહલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા કરાયેલું માટી કૌભાંડ ત્યારબાદ અત્યંત શરમજનક ઘટનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિએ 7500 રૂપિયામા બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદ્યો એ બાબત છે,જ્યારે કેટલાક ઉધોગપતિઓ એમની બે નંબરની આવક માંથી બચવા અને CRS ફંડ સરકારને આપવાના બદલે મૂળ બિઝનેસની સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલો ઉભી કરી રહ્યા છે. કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાકટર તથા કારકુન બનાવી દેવાયા છે જેથી ગુણવત્તા વાળુ શિક્ષણ મળતું નથી. એ જ કારણે ગુજરાતમાં IAS, IPS, કંપનીના MD, જનરલ મેનેજરો, રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો, ONGC, રેલ્વે, ટેલિકોમ જેવા અન્ય કેન્દ્ર સરકારના સાહસોમાં માંડ 01 થી 05 % ગુજરાતી જોવા મળે છે.
વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ્ય ધ્યાન અપાતું નથી, ચોક્કસ વિઝન સાથે શૈક્ષણિક સંસ્થાઓ કામ કરતી નથી.શિક્ષણ વિભાગમા જે નાની મોટી ક્ષતિઓ છે એ દૂર કરવા તમે પ્રયત્ન કરશો તો ગુજરાતના યુવાનો ઉચ્ચ પદવી મેળવી શકશે

(11:55 pm IST)